પંજાબમાં 5 રૂમાં જમવાનુ અને 5 લાખનો હેલ્થ ઈંસ્યોરેંસ આપશે AAP, મૈનિફેસ્ટો રજુ

શુક્રવાર, 27 જાન્યુઆરી 2017 (15:57 IST)
આમ આદમી પાર્ટીએ વચન આપ્યુ છે કે તે પંજાબમાં 5 રૂપિયામાં જમવાનુ અને 5 લાખનો હેલ્થ ઈંસ્યોરેંસ આપશે.  AAP એ શુક્રવારે પોતાનો ફાઈનલ મૈનિફેસ્ટો રજુ કર્યો. આ પહેલા પાર્ટી પંજાબ માટે 6 મૈનિફેસ્ટો રજુ કરી ચુકી છે. તેમા એક મહિનામાં પંજાબને નશામુક્ત કરવાની વચન પણ આપવામાં આવ્યુ. વીજળીનુ બિલ અડધુ કરશે  AAP.. 
 
-  AAP એ મૈનિફેસ્ટોમાં કહ્યુ, "યૂનિવર્સલ હેલ્થ કેયર પોલીસીના હેઠળ પંજાબીને 5 લાખ રૂપિયા સુધીની હેલ્થ ઈંસ્યોરેંસ આપવામાં આવશે. 
- પંજાબના ડિવિઝનલ શહેરોમાં પાંચ રૂપિયામાં જમવાનુ આપવામં આવશે અજ્ને 400 યૂનિટથી ઓછા પર વીજળી બિલ અડધુ કરવામાં આવશે. 
 AAP ના 10 મોટા વચન 
 
1. ડ્રગ્સ અને દારૂ માફિયા જેલમાં મોકલાશે 
 
પંજાબમાં ડ્રગ્સ દારૂ અને ખનિજ માફિયાની સંપત્તિ જપ્ત કરીને તેમને જેલ મોકલવામાં આવશે અને પંજાબને નશા મુક્ત કરવામાં આવશે. 
2. મહિલાઓને 33 ટકા અનમાત. આ ઉપરાંત એનઆરઆઈ કમીશન પણ બનાવવામાં આવે છે. 
3. મોહલ્લા ક્લીનીક ખોલશે, મળશે મફત દવાઓ 
4. ગંભીર બીમારીઓમાં 5 લાખ સુધીના ઓપરેશન સરકાર કરાવશે. વૃદ્ધાવસ્થા અને વૃદ્ધ પેંશનને 500 રૂપિયાથી વધારીને 2500 રૂપિયા કરવામાં આવશે. 
5.  પંજાબમા આપ 3 નવા મેડિકલ કોલેજ ખોલશે 
6. નર્સિગ હોમ્સ માટે નિયમ આસન. રૂલ્સ અને રેગ્યુલેશન સરળ બનાવવામાં આવશે. 
7. 25 લાખ જોબ ક્રિએટ કરશે.  શહેરી વિસ્તારોમાં રોજગાર અને ઉદ્યોગ લગાવવાની તક ઉભી કરાશે. 
8. પંજાબના યુવા બનશે જોબ ક્રિએટર્સ . લોંચ પેડ્સ દ્વારા પંજાબના યુવાઓને ઉદ્યોગ સાથે જોડવામાં આવશે. જેનાથી તેઓ જોબ શોહ્દનારા નહી પણ જોબ આપનારા બને. 
9. AAP એ કહ્યુ પંજાબમાં ફોરેન ઈમ્પ્લોયમેંટ યૂથ બોર્ડની રચના કરવામાં આવશે. જેની 5 બ્રાંચ રહેશે. 
10. ખેડૂતોને કર્જ મુક્ત કરવાનુ વચન.  2018 સુધી ખેડૂતોને કર્જમુક્ત કરાશે.  આ ઉપરાંત વીઆઈપી કલ્ચર પણ ખતમ કરાશે. 

વેબદુનિયા પર વાંચો