ॐ માં છુપાયેલું છે સુખ સમૃદ્ધિનું રહસ્ય, નિયમિત ઉચ્ચારણથી સ્વાસ્થયને મળે છે અગણિત લાભ
સોમવાર, 20 જૂન 2016 (17:16 IST)
ॐ માં છુપાયેલું છે સુખ સમૃદ્ધિના રાજ , નિયમિત ઉચ્ચારનથી સ્વાસ્થયને મળે છે અગણાતા લાભ
ॐ : ઓઉમ ત્રણ અક્ષરોથી બનેલું છે "અ ઉ મ"
"અ" નો અર્થ છે ઉતપન્ન થવું
"ઉ"નું તાત્પર્ય છે ઉઠવું , ઉડવું એટલે વિકાસ
"મ"નો અર્થ છે મૌન થઈ જવું એટલે "બ્રહ્મલીન " થઈ જવું
ॐ સંપૂર્ણ બ્રહ્માંડની ઉત્પતિ અને આખી સૃષ્ટિનું દ્યોતક છે.
ॐ નું ઉચ્ચારણ શારીરિક લાભ આપે છે.
* ઉચ્ચારણની વિધિ- સવારે ઉઠીને પવિત્ર થઈને ઓંકાર ધ્વનિનું ઉચ્ચારણ કરો. ॐ નું ઉચ્ચારણ પદ્માસન , અર્ધપ્દ્માસન , સુખાસન , વજ્રાસનમાં બેસીને કરી શકો છો. એનું ઉચ્ચારણ 5, 7, 10, 21 વાર સમય મુજબ કરી શકો છો. ॐ જોરથી બોલી શકો છો, ધીમે પણ બોલી શકો છો, ॐ ની જપમાળા પણ કરી શકો છો.
1. ॐ અને થાયરાઈડ
ॐ નું ઉચ્ચારણ કરવાથી ગળામાં કંપન થાય જે થાયરાઈડ ગ્રંથિ પર સકારાત્મક અસર કરે છે.
2. ॐ અને તનાવ
આ શરીરના ઝેરીલા તત્વોને દૂર કરે છે, એટલે કે તનાવના કારણે પૈદા થતા દ્રવ્યો પર નિયંત્રણ કરે છે.
3. ॐ અને ગભરામણ
જો તમને ગભરામણ અને અધીરતા હોય તો ॐ ના ઉચ્ચારણથી સારું બીજુ કશુ નથી.
4. ॐ અને લોહીનો પ્રવાહ
આ હૃદય અને લોહીના પ્રવાહને સંતુલિત રાખે છે '
5. ॐ અને પાચન
ॐ ના ઉચ્ચારણથી પાચન શક્તિ તેજ થાય છે.
6. ॐ લાવે સ્ફૂર્તિ
આનાથી શરીરમાં ફરીથી યુવાવસ્થા વાળી સ્ફૂર્તિનો સંચાર થાય છે.
7. ॐ અને થાક
થાકથી બચવા માટે આનાથી ઉત્તમ ઉપાય કોઈ નથી.
8. ॐ અને ઉંઘ
ઉંઘ ન આવવાની સમસ્યા આનાથી થોડા જ સમયમાં દૂર થઈ જાય છે. રાત્રે સૂતા સમયે ઉંઘ આવતા સુધી મનમાં ૐ નું સ્મરણ કરવાથી ચોક્કસ જ ઉંઘ આવશે.
9. ॐ અને ફેંફસા
કોઈ ખાસ પ્રાણાયામ સાથે આ કરવાથી ફેફસામાં મજબૂતી આવે છે.
10- ॐ અને કરોડરજ્જ્જુ
ॐ નો પ્રથમ શબ્દ ઉચ્ચાર કરવાથી કંપન થાય છે . આ કંપનથી કરોડરજ્જ્જુ પ્રભાવિત થાય છે. અને એમની ક્ષમતા વધી જાય છે.
11. ॐ દૂર કરે તનાવ
ॐ નું ઉચ્ચારણ કરવાથી આખું શરીર તનાવ રહિત થઈ જાય છે.