અમેરિકાની યુનિવર્સિટીઓ ફૉલ સેમિસ્ટરથી ફિઝીકલ ક્લાસ શરૂ કરશે

સોમવાર, 19 એપ્રિલ 2021 (14:21 IST)
જેમ જેમ કોવિડ-19 વેક્સિનેશનમાં ગતિ આવી રહી છે તેમ તે અમેરિકાના મોટા ભાગના લોકોમાં રસીકરણ વધી રહ્યું છે. અમેરિકાની બે યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓએ શુક્રવારે એક વર્ચ્યુઅલ ઈવેન્ટમાં જણાવ્યું હતું કે ઓગષ્ટથી અમેરિકાની યુનિવર્સિટીઓ ફિઝીકલ ક્લાસીસ શરૂ કરશે.
 
લોયોલો મેરીમાઉન્ટ યુનિવર્સિટી, લોસએન્જેલસની ડાયરેક્ટર ઈન્ટરનેશનલ એડમિશન, ડેનિયલ માર્શેનરે “ઓપરચ્યુનિટીઝ ફોર એજ્યુકેશન ઈન યુએસ ઈન ધ કોવિડ વર્લ્ડ” વિષયે ઈન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ (આએસીસી)ના ઉપક્રમે યોજવામાં આવેલા એક વેબીનારમાં જણાવ્યું હતું કે ટૂંક સમયમાં અમે પરંપરાગત શિક્ષણની પધ્ધતિ તરફ જઈ રહ્યા છીએ. અમે ફોલ સેમિસ્ટર માટે વિદ્યાર્થીઓને આવકારવા માટે આશાવાદી છીએ. અમે અપેક્ષા રાખીએ છીએ કે આ વિદ્યાર્થીઓ આવશે ત્યાં સુધીમાં તેમણે વેક્સીન લઈ લીધી હશે.
 
આ વેબીનારનો ઉદ્દેશ અમેરિકાના ઉચ્ચ શિક્ષણમાં મહામારી અંગે અને ખાસ કરીને વિદેશી વિદ્યાર્થીઓ અંગે ચર્ચા કરવાનો હતો. આ વેબીનારમાં વિદ્યાર્થીઓ માટે આરોગ્યની સુવિધાઓ અને કારકીર્દિની તકો અંગે વાત કરવામાં આવી હતી.
યુનિવર્સિટી ઓફ ન્યૂ હેમ્પશાયર કે જેણે પોતાનો 60 ટકા અભ્યાસક્રમ મહામારીના કારણે ઓનલાઈન કર્યો હતો તે પણ હવે ઓફ્ફલાઈન શિક્ષણ તરફ જઈ રહી છે.
 
યુનિવર્સિટી ઓફ ન્યૂ હેમ્પશાયરના એસોસિએટ વાઈસ પ્રો-હોસ્ટ ફોર એનરોલમેન્ટ મેનેજમેન્ટ કિમ્બર્લી ડેરેગો જણાવે છે કે “અમે ફોલ સેમિસ્ટર માટે સંપૂર્ણપણે ખૂલી ગયા છીએ. અમે તમામ વિદ્યાર્થીઓનું રસીકરણ શરૂ કર્યું છે. અમે જ્યારે ફોલ સિઝનમાં પ્રવેશ કરીશું ત્યારે મહત્તમ રસીકરણ થઈ ચૂક્યું હશે.”
 
ગુજરાત સ્થિત દિશા કન્સલ્ટ્ન્ટના સ્થાપક ડિરેક્ટર કવિતા પરીખ જણાવે છે કે “અમેરિકન એમ્બેસીએ સ્ટુડન્ટ વિઝા એપ્લિકેશન પ્રોસેસ કરવાનું શરૂ કરી દીધું છે.”
 
વધુમાં તેમણે જણાવ્યું હતું કે નવી દિલ્હી ખાતેની યુએસ એમ્બેસી અને મુંબઈ તથા અન્ય સ્થળોની કોન્સ્યુલેટે મર્યાદિત ક્ષમતામાં ચાલુ રહીને ફૉલ્સ સેમિસ્ટર માટે સ્ટુન્ડ વિઝા એપ્લિકેશન પ્રોસેસ કરવાનું શરૂ કર્યું છે.
 
સવાલ- જવાબની સેશનમાં નિષ્ણાંત વક્તાઓએ અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓ માટે ઈન્ટર્નશીપની તકો તથા કારકીર્દિમાં વિકાસની સંભાવનાઓ અંગે ચર્ચા કરી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર