તુલા
જો તમારો જન્મ 23 સપ્ટેમ્બરથી 22 ઓક્ટોબરની વચ્ચે થયો છે તો સૂર્ય રાશિ મુજબ તમારી રાશિ તુલા છે. ચંદ્ર રાશિ મુજબ જો તમારા નામનો અક્ષર રા, રી, રૂ, રે, રો, તા, તિ, તુ, તે છે તો તમારી રાશિ તુલા છે. વર્ષ 2025માં તમારુ કરિયર, ઘંઘો, લવ લાઈફ, એજ્યુકેશન, પરિવાર અને આરોગ્યનુ ભવિષ્યફળ વેબદુનિયા પર જાણો વિસ્તારપૂર્વક. તમારી કંડળીમાં બૃહસ્પતિ ત્રીજા અને છઠ્ઠા ભાવનો સ્વામી થઈને 14 મે 2025ને નવમ ભાવમાં પ્રવેશ કરશે ત્યારે નોકરી અભ્યાસ અને વેપારમાં તમારો સારો સમય શરૂ થશે. શનિદેવ ચતુર્થ અને પંચમ ભાવના સ્વામી થઈને છઠ્ઠા ભાવમાં ગોચર કરશે. ત્યારે તમારી સુખ સુવિદ્યાઓમાં વિધ્ન ઉભુ થશે. લવ લાઈફ અને ગૃહસ્થ જીવનમાં મિશ્રિત પરિણામ જોવા મળશે. લવ લાઈફ અને ગૃહસ્થ જીવનમાં મિશ્રિત પરિણામ જોવા મળશે. તમારો લકી વાર શુક્રવાર અને લકી કલર સફેદ અને સ્કાય બ્લૂ છે. આ સાથે જ ૐ મહાલક્ષ્મ્યૈ નમ: મંત્રનો જાપ તમારે માટે શુભ રહેશે. હવે જાણીએ વાર્ષિક રાશિફળ વિસ્તારથી.
1. વર્ષ 2025 તુલા રાશિના જાતકોનુ કરિયર અને બિઝનેસ
વર્ષની શરૂઆતથી લઈને 14 મે સુધી નોકરી અને વેપારની પરિસ્થિતિ સારી નહી રહે. પણ ગુરૂવારે 9મા ભાવમાં ગોચરથી તમને ભાગ્યનો સાથ મળશે જેને કારણે નોકરીમાં પદોન્નતિની સાથે ઈંક્રીમેટ પણ મળી શકે છે. જો તમે વેપારી છો તો સારો નફો કમાવવામાં તમે સફળ થશો. સારુ રહેશે કે તમે તમારી યોજનાઓ પર અમલ કરો. શનિને કારણે શત્રુઓથી ખતરો ટળી જશે. બિનજરૂરી ચિંતા છોડીને તમે નવા વિચાર સાથે આગળ વધવુ પડશે. ટૂંકમાં વર્ષ 2025 કરિયર અને ઘંઘા માટે શુભ છે.
2. વર્ષ 2025 તુલા રાશિના જાતકોનો અભ્યાસ -
વર્ષની શરૂઆતમાં બૃહસ્પતિ અષ્ટમ ભાવમાં રહેશે. ત્યારબાદ નવમ ભાવમાં તેનુ ગોચર થશે. જો તમે મે સુધી કડક મહેનત કરો છો તો તમારો ભાગ્યોદય નક્કી છે. શાળાની શિક્ષામાં આ સૌથી વધુ લાભ આપનારુ સિદ્ધ થશે. ત્યારબાદ કોમ્પિટિશન એક્ઝામ આપી રહેલ સ્ટુડેંટ્સ માટે પણ આ વર્ષ ખૂબ સારુ રહેશે. વિદેશ જઈને અભ્યાસ કરવાની ઈચ્છા રાખનારા વિદ્યાર્થીઓ માટે પણ વર્ષ 2025 સારુ રહેશે. તમારે શનિદેવની દ્રષ્ટિથી બચવા માટે પવિત્ર રહેવાની જરૂર રહેશે. ચંદનનુ તિલક લગાવો અને હનુમાનજીની ઉપાસના કરશો તો શનિથી બચી જશો.
3. વર્ષ 2025 તુલા રાશિ વાળાના લગ્ન અને પારિવારિક લાઈફ
બૃહસ્પતિ ગોચરના કારણે મે પછી કુંવારા લોકોના લગ્ન નક્કી થવાની શક્યતા છે. પરણેલા લોકો માટે શનિ અને બૃહસ્પતિનુ ગોચર સારુ માની શકાય છે. જો કે શનિદેવની દ્રષ્ટિ તમારા અષ્ટમ ભાવ, દ્વાદશ ભવ અને ત્રીજા ભાવ પર રહેશે. જેના કારણે પરિવારના કોઈ સભ્યને કારણે માનસિક તનાવ થઈ શકે છે. પરિજનો વચ્ચે મનમોટાવ પણ થઈ શકે છે. સારુ રહેશે કે તમે ધૈર્યથી કામ લો અને રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો. ખુદને એકદમ સ્વચ્છ બનાવી રાખો અને આળસથી દૂર રહો.
4. વર્ષ 2025 તુલા રાશિવાળાની લવ લાઈફ
વર્ષની શરૂઆતમાં શનિ પંચમ ભાવમાં રહેશે. જેના પરિણામ સ્વરૂપ લવ લાઈફમાં નિરસતા રહેસે. ત્યારબાદ જ્યારે માર્ચમાં શનિના છઠ્ઠા ભાવમાં ગોચર થશે ત્યારે ઉત્સાહમાં વૃદ્ધિ થશે. જો કે નવમ ભાવથી બૃહસ્પતિની નવમી દ્રષ્ટિ રોમાંસ અને સ્નેહમાં વધારો પણ કરી રહી છે. જો કે નવમ ભાવથી બૃહસ્પતિની નવમી દ્રષ્ટિ રોમાંસ અને સ્નેહમાં પણ વધારો કરે રહી છે. ટૂંકમાં લવના મામલે આ વર્ષ મિશ્રિત રહેશે. જોકે માર્ચમાં તમે તમારા પ્રેમના સંબંધોને લગ્ન સંબંધોમાં બદલવાનો નિર્ણય કરી શકો છો. ટૂંકમાં લવ બાબતે આ વર્ષ મિશ્રિત રહેશે. કોઈપણ પ્રકારની કોઈ ગેરસમજ ન થાયે એ માટે હંમેશા સત્ય જ કહો અને કોઈ વાત છુપાવશો નહી.
5. વર્ષ 2025 તુલા રાશિના જાતકોનો આર્થિક પક્ષ
વર્ષની શરૂઆતથી લઈને 14 મે સુધી આર્થિક પક્ષ સરેરાશ રહેશે પણ ગુરૂ જ્યારે તમારા નવમ ભાવમાં ગોચર કરશે ત્યારે ધનનો કારક બૃહસ્પતિ ખૂબ સારુ પરિણામ આપનારો છે. અમારી સલાહ છે કે તમે બજેટ બનાવીને જ કામ કરો અને બચત પર વિશેષ ધ્યાન આપો. તમે આ માટે રેકરિંગ ખાતા ખોલાવી શકો છો કે ગોલ્ડ સ્ક્રીમમં મંથલી ઈન્વેસ્ટમેંટ કરી શકો છો. શેયર બજારમાં રોકાણને લઈને થોડા સતર્ક રહો. વાહન કે પ્રોપર્ટી ખરીદવાના યોગ બની રહ્યા છે.
6. વર્ષ 2025 તુલા રાશિના જાતકોનુ આરોગ્ય
વર્ષની શરોઆતમાં બૃહસ્પતિનુ ગોચર આઠમાં ભાવમાં રહેશે જે પેટ, કમર કે બાજુ સાથે સંબંધિત કેટલીક સમસ્યાઓ ઉભી કરી શકે છે. બીજી બાજુ માર્ચના મહિના સુધી શનિ ગોચર પેટ અને મોઢા સંબંધિત કેટલાક રોગ આપી શકે છે. તેથી સારુ રહેશે કે મે મહિના સુધી તમે રોજ ફિઝિકલ એક્ટિવિટીજ કરો જેવી કે રનિંગ, સ્ટ્રેંચિંગ, રમત-ગમત, મેડિટેશન અને આ બધા સાથે હેલ્ધી ખોરાક ખાવ જેનાથી તમે સ્વસ્થ બન્યા રહેશો.
7. તુલા રાશિ માટે વર્ષ 2025ના શુભ રહે એ માટે કરો આ ઉપાય
1. શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની આરાધના કરો
2. ગુરૂવારે મંદિરમાં ઘી અને બટાકાનુ દાન કરો
3. ખુદને અનેન ઘરને એકદમ સ્વચ્છ રાખો. સ્વચ્છ વસ્ત્ર પહેરો. અત્તરનો ઉપયોગ કરો.
4. ચંદનનો એક ટુકડો હંમેશા પોતાની પાસે રાખો
5. તમારો લકી નંબર 6