રાશિફળ

કન્યા
જો તમારો જન્મ 23 ઓગસ્ટ થી 22 સપ્ટેમ્બર વચ્ચે થયો છે તો સૂર્ય રાશિ મુજબ તમારી રાશિ કન્યા છે. ચંદ્ર રાશિ મુજબ જો તમારા નામનો અક્ષર ઢો, પા, પી, પૂ, શ, ના, થા, પે, પો હોય તો પણ તમારી રાશિ કન્યા છે. વર્ષ 2025 માં તમાર કરિયર, ધંધો, લવ લાઈફ, એજ્યુકેશન, પરિવાર અને આરોગ્યનુ ભવિષ્યફળ જાણો વિસ્તારપૂર્વક. વર્ષની શરૂઆતથી મઘ્ય સુધી ગુરૂ 9 માં ભાવમાં સ્થિર થઈને નોકરી, વેપાર અને અભ્યાસમાં લાભ આપશે. ત્યારબાદ તે 10માં ભાવમાં સ્થિત થઈને વધુ લાભકારી સાબિત થશે. શનિ છઠ્ઠા થી સાતમાં ભાવમાં ગોચર કરશે અને રાહુ સાતમાંથી છઠ્ઠા ભાવમાં ગોચર કરશે જે થોડી ઘણી મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. લવ લાઈફમાં મિશ્રિત અને પરિવાર જીવનમાં સારો સમય રહેશે. લકી વાર બુધવાર અને લકી રંગ ગ્રીન છે. આ સાથે જ ૐ ગં ગણપતયે નમ: મંત્રનો જાપ તમારે માટે શુભ રહેશે. હવે જાણીએ વાર્ષિક રાશિફળ વિસ્તારથી. 1. વર્ષ 2025 કન્યા રાશિના જાતકોનુ કરિયર અને ધંધો વર્ષની શરૂઆતથી લઈને 14 મે સુધી બૃહસ્પતિ તમારા 9માં એટલે કે ભાગ્ય ભાવમાં રહીને નોકરી અને વેપારમાં લાભ આપશે. ત્યારબાદ બૃહસ્પતિનો 10માં ભાવમાં ગોચરથી થોડી ઘણી પરેશાની તેથી આવશે કારણ કે સાતમાં ભાવથી ચતુર્થ ભાવ પર શનિની 10મી દ્રષ્ટિ રહેશે. જેને કારણે નોકરીમાં થોડી ઘણી પરેશાનીઓ છતા તમે ઉન્નતિ કરશો. નોકરિયાત લોકોને આ વર્ષ સારુ ઈંક્રીમેંટ મળી શકે છે. વેપારી છો તો મિશ્રિત પરિણામ મળી શકે છે. રાહુનુ ગોચર પણ મિશ્રિત પરિણામ આપી શકે છે. તમારે શત્રુઓથી સાવધ રહેવાની જરૂર છે. સારુ રહેશે કે તમે શનિ અને ગુરૂની શુભ્રતાના ઉપાય કરો અને તમારા કાર્ય પ્રત્યે સમર્પિત રહો. કાર્યક્ષેત્રમાં તમે જેટલુ વધુ ફોકસ થઈને કાર્ય કરશો એટલા જ વધુ સફળ પણ રહેશો. 2. વર્ષ 2025 કન્યા રાશિના જાતકોનો અભ્યાસ વર્ષની શરૂઆતમાં બૃહસ્પતિ નવમ ભાવમાં સ્થિર થઈને પંચમ ભાવને જોશે. જેને કારણે સ્કુલી વિદ્યાર્થીઓને સારા પરિણામ પ્રાપ્ત થશે. ત્યારબાદ 14 મે ના રોજ જ્યારે દશમ ભાવમાં બૃહસ્પતિનુ ગોચર ચતુર્થ ભાવને જોશે ત્યારે ઉચ્ચ અભ્યાસ અને પ્રતિયોગી પરીક્ષા માટે આ શુભ સાબિત થશે. જો કે રાહુનુ છઠ્ઠા ભાવમાં ગોચર અને શનિનુ સાતમાં ભાવમાં ગોચર અભ્યાસમાં અવરોધ નાખી શકે છે. તેનાથી બચવા માટે એક ઉપાય છે કે તમે રોજ હળદરનુ તિલક લગાવો અને ઉત્તર દિશામાં બેસીને અભ્યાસ કરો. જો કે તમારે સેલ્ફ સ્ટડી પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. 3. વર્ષ 2025 કન્યા રાશિના જાતકોના લગ્ન અને પારિવારિક જીવન બૃહસ્પતિના ગોચરને કારણે મે પહેલા કુંવારા લોકોના લગ્ન નક્કી થવાની પ્રબળ શક્યતા છે. પણ વર્ષના માર્ચ પછી સપ્તમ ભાવના શનિ વૈવાહિક જીવનમાં મતભેદ ઉભા કરી શકે છે. ઘર પરિવારમાં સમય મિશ્રિત રહેશે. જીવનસાથીના આરોગ્યનુ ધ્યાન રાખવુ પડશે. પારિવારિક સમસ્યાઓથી બચવા માટે તમારે શનિ અને શુક્રના ઉપાય કરવા જોઈએ . તમારે તમારા ક્રોધ પર પણ કાબુ રાખીને વાણીમાં સુધાર કરવો પડશે. 4. વર્ષ 2025 કન્યા રાશિના જાતકોની લવ લાઈફ વર્ષ 2025માં બૃહસ્પતિ અને શનિની ગતિ તમારા ફેવરમાં રહેશે. તમારી લવ લાઈફમાં રોમાંસ અને સ્નેહ વધશે. જો લગ્ન કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો વર્ષ 2025 તમરે માટે ખૂબ જ અનુકૂળ છે. ખાસ કરીને જ્યારે કે વર્ષના મધ્યમાં રાહુ સાતમાથી નીકળીને છઠ્ઠા ભાવમાં ગોચર કરવા માંડે. છોકરાઓએ શુક્રના અને છોકરીઓએ ગુરૂના ઉપાય કરવા જોઈએ જેનાથી લવ લાઈફ વધુ સારી બની શકે છે. આ સાથે જ એક બીજાને કોઈ ગિફ્ટ પણ આપી શકો છો. 5. વર્ષ 2025 કન્યા રાશિના જાતકોનો આર્થિક પક્ષ : વર્ષની શરૂઆતમાં બૃહસ્પતિ 9માં ભાવમાં રહીને ભાગ્યના માઘ્યમ સાથે સહયોગ કરશે પણ 14 મે પછી બૃહસ્પતિ તમારા કર્મ ભાવમાં રહીને બીજા, ચોથા અને છઠ્ઠા ભાવ પર નજર નાખશે. જેનથી તમારા ધન સંચયના પ્રયાસોને પ્રોત્સાહન મળશે. તમે જેટલુ શક્ય બની શકે એટલુ ધન ભેગુ કરવાન્નો પ્રયાસ કરશો. જોકે પારિવારિક પડકારોને તમે પહેલાથી જ સાચવી લો છો તો આર્થિક સ્થિતિ પહેલાથી વધુ મજબૂત થશે. તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયાસ અને રોકાણ તમારા જીવનમાં અપાર સફળતા લઈને આવશે. તમારી ઈનકમમાં વધારો થશે. તમારે ચાંદીમાં રોકાણ કરવુ જોઈએ. 6. વર્ષ 2025 કન્યા રાશિવાળાનુ આરોગ્ય શનિના છઠ્ઠાથી સાતમા અને પછી રાહુના સાતમાથી છઠ્ઠા ભાવમાં ગોચર કરવાથી વર્ષ 2025માં તમારા આરોગ્યમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. તમારુ અને તમરા પરિવારનુ આરોગ્ય સારુ રહે એ માટે તમારે 3 કામ કરવા પડશે. પહેલો ગુરૂનો ઉપાય કરવો પડશે. બીજો યોગ્ય ખાનપાન અપનાવવુ પડશે અને ત્રીજુ થોડી ઘણી કસરત પણ કરવી પડશે. જો તમે તમારા આરોગ્ય પર ધ્યાન નહી આપો તો જી વનના અન્ય ક્ષેત્રોમાં તમારી ઉન્નતિ પર તેનો નકારાત્મક પ્રભાવ પડશે. જો કે આ વર્ષે દેવગુરૂ બૃહસ્પતિની શુભ દ્રષ્ટિ હોવાથી તમે ઉત્તમ આરોગ્યના માલિક બની શકો છો. 7. કન્યા રાશિ માટે વર્ષ 2025 સારુ રહે એ માટે કરો આ ઉપાય - 1. ગણેશજીની રોજ આરાધના કરો. 2. બુધવારના દિવસે કન્યાઓને ભોજન કરાવો કે ગૌશાળામાં ગાયને લીલુ ઘાસ ખવડાવો. 3. શનિવારના દિવસે સાંજે શનિ મંદિરમાં છાયા દાન કરો. 4. માતા દુર્ગાને બુધવારે કે શુક્રવારના દિવસે ચુંદડી અર્પિત કરો. 5. તમારો લકી નંબર 5, લકી રત્ન પન્ના લકી કલર લીલો, સફેદ અને પીળો. લકી વાર બુધવાર લકી મંત્ર ૐ ગં ગણપતયે નમ: અને ૐ દુર્ઘ દુર્ગાય નમ: