રાશિફળ

સિંહ
જો તમારો જન્મ 23 જુલાઈથી 22 ઓગસ્ટની વચ્ચે થયો છે તો સૂર્ય રાશિ મુજબ તમારી રાશિ સિંહ છે. ચંદ્ર રાસિ મુજબ તમારા નામનો અક્ષર જો જો મા, મી, મુ, મી, મો, તા, તી, તુ, તે હોય તો તમારી રાશિ સિંહ છે. વર્ષ 2025 માં તમારા કરિયર, વ્યવસાય, પ્રેમ જીવન, શિક્ષણ, કુટુંબ અને આરોગ્ય વિશે જાણો વિસ્તારપૂર્વક. વર્ષની શરૂઆતથી મઘ્ય સુધી ગુરૂ 10મા, શનિ 7મા અને રાહુ 8મા ભાવમાં હોવાથી નોકરી વેપાર અને અભ્યાસમાં સમય સારો રહેશે. ત્યારબાદ પણ ત્રણેય રાશિ પરિવર્તનથી સમય અનુકૂળ બન્યો રહેશે. પણ લવ લાઈફ અને પરિવાર અને દાંપત્ય જીવનમાં મિશ્રિત પ્રભાવ જોવા મળશે. લકી વાર રવિવાર અને લકી કલર સોનેરી છે. અ સાથે જ ૐ હં હનુમતે નમ: કે ૐ વિષ્ણવે નમ: મંત્રનો જાપ તમારે માટે લાભકારી રહેશે. આવો જાણીએ રાશિફળ વિસ્તારથી 1. વર્ષ 2025 સિંહ રાશિવાળાનુ કરિયર અને ધંધો - વર્ષની શરૂઆતથી 14 મે સુધી ગુરૂ તમારા 10મા એટલે કે કર્મ ભાવમાં રહીને નોકરી અને વેપારમાં લાભ આપશે. ત્યારબાદ ગુરૂનો 11મા ભાવમાં ગોચર પણ શુભ રહેશે. માર્ચમાં જ્યારે શનિનો 7મા ભાવથી 8માં ભાવમાં ગોચર થશે ત્યારે તેની ત્રીજી દ્રષ્ટિ કર્મ ભાવ પર રહેશે. આવામા નોકરિયાતને પ્રમોશન અને વેતનવૃદ્ધિના યોગ પ્રબળ રહેશે અને વેપારીઓને પણ જોરદાર નફો થશે. 8મા ભાવનો રાહુ પણ વેપારીઓને સહયોગ કરશે. ટૂંકમાં વર્ષ 2025 તમારી નોકરી અને વેપાર માટે શુભ છે. બસ તમે તમારા ક્રોધ પર કાબુ કરીને રાખો. ટૂંકમાં વર્ષ 2025 તમારી નોકરી અને વેપાર માટે શુભ છે. બસ તમે તમારા ક્રોધ પર કાબુ કરીને રાખો. ધૈર્યથી કામ લો અને વિષ્ણુજીની શરણમાં રહો. 2. વર્ષ 2025 સિંહ રાશિનો અભ્યાસ 2025: વર્ષની શરૂઆતમાં બૃહસ્પતિ દશમ ભાવમાં સ્થિત થઈને ચતુર્થ ભાવને જોશે જો કે કોલેજમાં ભણી રહેલા કે ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરી રહેલા સ્ટુડેંટ્સ માટે શુભ પરિણામ આપશે. ગુરૂની નવમી દ્રષ્ટિ છઠ્ઠા ભાવ પર રહેશે જે પ્રતિયોગી પરીક્ષાર્થીઓ માટે સારી છે. પછી જ્યારે 14 મે ના રોજ ગુરૂ ગ્રહ મીનમાં જશે ત્યારે તે 11માં ભાવમાં ગોચર કરશે. ત્યાથી બીજા, ત્રીજા, પાંચમા, સાતમા અને નવમાં ભાવને જોશે. આ દરમિયાન તમે શાળામાં ભણતા હોય કે કોલેજમાં, તમને સારા પરિણામ પ્રાપ્ત થશે. બસ તમારે શનિ અને રાહુની દ્રષ્ટિથી બચવા માટે તમારા અભ્યાસ પર જ ફોકસ રાખવુ પડશે અને હનુમાન ચાલીસા વાંચતા રહેવુ પડશે. વર્ષ 2025 સિંહ રાશિના જાતકોના લગ્ન અને પારિવારિક લાઈફ વર્ષ 2025માં શનિ અને ગુરૂનુ ગોચર તમારા જીવનને પહેલા કરતા સારુ બનાવશે. કુંવારાઓ માટે વિવાહના પ્રબળ યોગ છે. જો તમે પરિણિત છો તો જીવનસાથી સાથે પ્રેમ વધશે. જો તમે સંતાન ઈચ્છો છો તો સંતાન પ્રાપ્તિ શક્ય છે. કેતુના બીજા ભાવ પર પ્રભાવ થવાને કારણે ઘર-પરિવારમાં થોડી ઘણી પરેશાની થઈ શકે છે. આ માટે તમે મંદિરમાં સફેદ ધ્વજ અર્પિત કરવો જોઈએ અને બુધવારે ગણેશજીની વિધિપૂર્વક પૂજા કરો. મંગળવારે ગોળ અને મસૂર દાળનુ મંદિરમાં દાન કરવુ પણ લાભકારી રહેશે. 4. વર્ષ 2025 સિંહ રાશિના જાતકોની લવ લાઈફ વર્ષ 2025માં ગુરૂની ગતિને કારણે લવ લાઈફમાં તમે પહેલા કરતા વધુ સારુ અનુભવશો પણ માર્ચ પછી શનિની દશમ દ્રષ્ટિ પંચમ ભાવ પર રહેશે જે થોડી ઘણી પરેશાની ઉભી કરી શકે છે. આ માટે તમારે સૂર્યના ઉપાય કરવા જોઈએ. જો કે ટૂંકમાં આ વર્ષ છોકરીઓ માટે સારુ સાબિત થશે પણ છોકરાઓને પોતાના કરિય પર પણ ફોકસ કરવુ પડશે નહી તો વર્ષના અંત સુધી પરિણામ તમારા અનુકૂળ નહી થાય. 5. વર્ષ 2025 સિંહ રાશિના જાતકોનો આર્થિક પક્ષ વર્ષની શરૂઆતથી લઈને મે સુધી આર્થિક સ્થિતિ સરેરાશ રહેશે પણ બૃહસ્પતિના લાભ ભાવમાં જવાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. જો કે શનિ અને રાહુને કારણે ફાલતૂ ખર્ચા વધી શકે છે. જો તમે તમારા આર્થિક પક્ષને મજબૂત કરવા માંગો છો તો ગુરૂ અને શનિના ઉપાય કરવા જોઈએ. રોકાણની દ્રષ્ટિથી આ વર્ષ સારુ છે. જમીન ખરીદવાન યોગ બનશે. ગોલ્ડમાં રોકાણ કરી શકો છો. શેર બજારથી પણ લાભ કમાવી શકો છો. અચાનક ધન પ્રાપ્તિના યોગ પણ બનશેકે તમને કોઈ પ્રકારની સંપત્તિ વારસામાં મળી શકે છે. આરોગ્યનુ ધ્યાન રાખશો તો આર્થિક પક્ષ ખૂબ મજબૂત થઈ શકે છે. 6. વર્ષ 2025 સિંહ રાશિવાળાનુ આરોગ્ય આરોગ્યની દ્રષ્ટિથી આ વર્ષ સારુ નથી માનવામાં આવી રહ્યુ. વર્ષની શરૂઆતથી લઈને માર્ચના અંત સુધી શનિની પ્રથમ ભાવ પર દ્રષ્ટિને કારણે સાંધાનો દુખાવો, માથાનો દુખાવો, પેટ સંબંધી રોગ, આંખોની કમજોરી, શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. જો તમે સમય રહેતા આરોગ્ય પર ધ્યાન નહી આપોત તો ઓક્ટોબરમાં જ્યારે ગુરૂ કર્ક રાશિમાં બારમાં ભાવમાં થોડા સમય માટે ગોચર કરશે ત્યારે તમારી શારીરિક સમસ્યાઓ વધુ વધી જશે. સારુ રહેશે કે તમે સંતુલિત આહાર સાતે યોગ અપનાવો. ઓછામાં ઓછુ વર્ષના મધ્ય સુધી ખાનપાનમાં થોડુ ધ્યાન રાખો. 7. સિંહ રાશિ માટે વર્ષ 2025 સારુ રહે એ માટે કરો આ ઉપાય - 1. માથા પર રોજ હળદર ચંદન કે કેસરનુ તિલક લગાવો 2. રવિવારનો ઉપવાસ રાખો અથવા રોજ સૂર્યદેવને અર્ધ્ય અર્પિત કરો. 3. મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા કરો 4. શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા કરો અને ખીરનો ભોગ લગાવો 5. તમારો લકી નંબર 1 અને 5 લકી રત્ન - માણેક લકી કલર - ગોલ્ડન ઓરેંજ અને ક્રીમ લકી વાર - રવિવાર અને મંગળવાર અને લકી મંત્ર - ૐ વિષ્ણવે નમ: અને ૐ સૂર્યાય નમ: