રાશિફળ

સિંહ
પારિવારિક જીવન - શનિદેવ પણ આખુ વર્ષ તમારા છઠ્ઠા ભાવમાં વિરાજમાન રહેશે. વર્ષ 2021 પારિવારિક સુખથી મિશ્રિત રહેવાનુ છે. તમને આ વર્ષે આ અંગે વધુ ચિંતા કરવાની જરૂર નથી, તેથી તમારા પરિવાર સાથે સમયનો આનંદ લો. રાશિફળ 2021 સંકેત આપે છે કે વિદ્યાર્થીઓને પરીક્ષાઓમાં સફળતા મેળવવા માટે પહેલા કરતા વધુ મહેનત કરવી પડશે. પરિવારનો ભરપૂર સાથે અને સહયોગ મળશે. વૈવાહિક જીવન - આ વર્ષે વૈવાહિક સુખમાં તનાવ રહેશે. વાત એટલી બગડી શકે છે કે લોકો પાસેથી જીવનસાથી વિરુધ કાયદાકીય સલાહ લઈ શકાય છે. આ વર્ષ તમારા દાંપત્ય જીવનમાં કોઈ ખુશી નહી જોવા મળે. કેટલાક ગ્રહ તમારા જીવનના આ પહેલુમાં એક ઉદાસી આપવા માટે તૈયાર છે. વચ્ચે ક્યારેક છુટા થવાની સ્થિતિ પણ ઉભી થઈ શકે છે. વ્યવ્હાર અને વાણી પર નિયંત્રણ રાખવુ જરૂરી છે. લવ રિલેશન - આ વર્ષ પ્રેમ સંબંધ માટે મિશ્રિત રહેશે. કોઈ પ્રકારનુ કોઈ સુખ અને ખુશી વચ્ચે પ્રભાવિત થઈ શકે છે. 6 ઠ્ઠા ઘરમાં શનિની ઉપસ્થિતિ રહેવાને કારણે તમને પ્રેમ નહી મળે, આ વર્ષે તમારી લવ લાઈફ સૌથી ખરાબ રીતે પ્રભાવિત થઈ રહી છે. તમારામાંથી ઘણા પોતાની લવ લાઈફને લઈને સીરિયસ નહી જોવા મળે અને પ્રેમના સંબંધોનો એક દુ:ખદ અંત આવશે. કેરિયર - આ દરમિયાન તમને તમારા કેરિયરમાં શત્રુઓથી બચીને રહેવાની જરૂર રહેશે. જો કે તમે તેમની પર હાવી રહેશો જેનાથી બધા કાર્ય સમય પર પુરા કરવામાં સફળતા મળશે. તમારા જીવનમાં વધુ પ્રગતિ થશે નહીં પરંતુ તમારા તરફથી પ્રયત્નો ચાલુ રાખવાની જરૂર છે. સ્વાસ્થ્ય- આ વર્ષે એસિડિટી, બળતરા, પેટમાં ગરમી વગેરેને લીધે ગંભીર સમસ્યાઓ થશે, સમસ્યાઓ તમને ખૂબ હદે ત્રાસ આપી શકે છે, વધુ બળતરા તમારા ઘણા લોકોનું જીવન ખરાબ કરશે. તમારી ખાવાની ટેવને નિયંત્રિત કરો નહીં તો તમારે હોસ્પિટલમાં જવું પડી શકે છે. આર્થિક સ્થિતિ - આર્થિક જીવનમાં ખર્ચ વધશે. જેની અસર તમારા આર્થિક જીવન પર પડતી જોવા મળશે. દરેક કિમંત પર શેયર બજારથી બચો. જો શેર બજારથી બચો તો ધનની બચત પણ થશે, પણ તમારે કોશિશ કરવી જોઈએ કે તમે જે પૈસા કમાવો છો તેમાથી બધા પૈસા ખર્ચ ન કરો. આર્થિક દ્રષ્ટિથી આ વર્ષ હળવુ છે. સિંહ રાશિફળ 2021 મુજબ જયોતિષીય ઉપાય - કોઈપણ રવિવારના દિવસે તાંબાની મુદ્રિકામાં ઉત્તમ ગુણવત્તાવાળુ માણિક્ય રત્ન ધારણ કરો. તેનાથી તમને કાર્યક્ષેત્રમાં ઉત્તમ ફળ પ્રાપ્ત થશે. - આ સાથે જ તમે રવિવારના દિવસે નંદીને ઘઉ અથવા લોટની લોઈ પણ ખવડાવી શકો છો. તેનાથી તમને મહેનત મુજબ સારા પરિણામ પ્રાપ્ત થશે. - કોઈપણ શનિવારના દિવસે સરસવના તેલમાં ખુદની પ્રતિમા જોઈને છાયા દાન કરો. તેનાથી તમને સ્વાસ્થ્ય કષ્ટથી મુક્તિ મળશે. - તમે ગુરૂવારનુ વ્રત પણ રાખી શકો છો. આ દરમિયાન પીપળાના ઝાડને અડ્યા વગર જળ ચઢાવો અને ગરીબોને અન્નનુ દાન કરો."