રાશિફળ

વૃષભ
પારિવારિક જીવન - આ આખા વર્ષ દરમિયાન શનિ દેવ વૃષભ રાશિના જાતકોના નવમ ભાવમાં વિરાજમાન રહેશે. આ વર્ષે અનેક એવી ઘટનાઓ બનશે જેને કારણે તમારા પારિવારિક સુખને બદલે દુ:ખનો સામનો કરશો. બધુ વ્યવસ્થિત કરવા માટે તમને ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડશે. શરૂઆતમાં મહંદ અંશે પરિવારના સમસ્યાનુ કારણ પણ તમે જ રહેશો. એપ્રિલના પહેલા અઠવાડિયાથી સપ્ટેમ્બરના મધ્યમાં ગુરુ બૃહસ્પતિનું સંક્રમણ તમારા ચોથા ઘર પર ગુરુની નજર રહેશે. આ સાથે જ 4 મે થી 28 મે વચ્ચે શુક્રનુ ગોચર તમારી જ રાશિમાં થશે, જેનાથી તમારુ પ્રથમ ભાવ પ્રભાવિત થશે. વૈવાહિક જીવન - આ વર્ષે તમારું વિવાહિત જીવન પીડાદાયક રહેશે અને સપ્ટેમ્બર પછી તે વધુ ખરાબ થશે. તમારે અને તમારા જીવનસાથીએ એકબીજાને સમજવાની જરૂર છે, નહીં તો આ વર્ષ તમે પતિ-પત્ની માટે લાંબા સમય સુધી કે સ્થાયી રૂપથી જુદા થવાનુ વર્ષ સાબિત થઈ શકે છે. પ્રેમ સંબંધ- આ વર્ષ પ્રેમી યુગલો માટે ખાસ છે, જો તમે કોઈને પ્રેમ કરો છો, તો આ સમય તમારા માટે સારો છે. તમને આ સમયે તમારા પ્રેમીનો સંપૂર્ણ સહયોગ મળશે, પરંતુ મધ્ય કાળમાં તમારા સંબંધોમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે, તેથી કંઇપણ કહેતા સાંભળતા પહેલા સમજો-વિચાર કરો અને સાવધ રહો. સ્વાસ્થ્ય - આ વર્ષે તમારે સાવધાની અને સતર્કતાનું પાલન કરવું પડશે, કારણ કે તમે એ લોકોની દૃષ્ટતાના શિકાર બની શકો છો જે તમને નાપસંદ કરે છે અથવા તમારી ઇર્ષા કરે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય થોડો ચિંતાજનક છે, કારણ કે રાહુ-કેતુની હાજરી તમને સ્વાસ્થ્ય હાનિ આપી શકે છે. આર્થિક સ્થિતિ - આ વર્ષે તમારા નાણાં શેર વગેરેમાં રોકાણ ન કરો, બચત પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરો. તમારા માટે ધન પ્રાપ્તિના જુદા જુદા યોગ નિર્ધારિત થતા રહેશે. જેનો લાભ ઉઠાવીને તમે તમારી આર્થિક તંગીને દૂર કરી શકો છો. આ વર્ષ લાભ મેળવવા માટે મળતાવડુ છે. પરંતુ ચોક્કસ રૂપથી કંઈક ને કંઈક ચોક્ક્સ મળશે. પૂર્વજોની સંપત્તિ મેળવવા માટે અતિ ઉત્સાહિત ન થવાને બદલે તમારુ મન યોગ્ય કામ કરવામાં લગાવો વૃષભ રાશિફળ 2021 મુજબ જ્યોતિષીય ઉપાય - શ્રેષ્ઠ ગુણવત્તાવાળા મૂંગા રત્ન પહેરવાનું તમારા માટે સારું રહેશે. - જો શક્ય હોય તો, પરિવાર સાથે તમારા નિવાસ સ્થાને રૂદ્રાભિષેક પૂજનનું આયોજન કરો. - તાંબાનાં વાસણમાં પાણી અને ખાંડનાં કેટલાક દાણા નાખીને તે પાણી દરરોજ સવારે ઉગતા સૂર્ય ભગવાનને અર્પણ કરો. આની મદદથી તમે તમારી કારકિર્દીમાં આવતી દરેક સમસ્યાઓથી છૂટકારો મેળવશો.