હાર્દિક પટેલનો જેલવાસ લંબાયો, વધુ સુનાવણી 9 જુને. સરકારના મતે પાટીદારોનું આંદોલન રાજદ્રોહ.

શનિવાર, 7 મે 2016 (13:12 IST)
ગુજરાત સરકારે રાજદ્રોહના આરોપ હેઠળ જેલમાં રહેલા પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલને જામીન આપવાનો વિરોધ દર્શાવતાં હવે હાર્દિક પટેલનો જેલવાસ ફરીવાર લંબાઈ ગયો છે. કોર્ટમાં હાર્દિકની જામીન અરજીની સુનાવણી દરમિયાન સરકારી વકીલે રાજદ્રોહી માનસીકતા ધરાવતો યુવાન ગણાવ્યો હતો. તેમણે અનામત આંદોલનને પણ સરકાર વિરોધી કાવતરૂ ગણાવ્યું હતું.

શાંતિપૂર્ણ આંદોલન ચલાવવાની ખાતરી આપતાં હાર્દિક સામે પણ સરકારી વકીલે કોર્ટમાં સવાલો ઉઠાવ્યાં હતાં. તેમણે કોર્ટમાં એવી દલિલ કરી હતી કે જેલમાંથી છુટવામાટે હાર્દિક આંદોલન શાંતિપૂર્ણ રહેશે એવી ખાતરી આપે છે. પણ આંદોલનોનો ભૂતકાળ જો તાં તે શાંતિપૂર્ણ રહે તેમ જણાતું નથી.

હાર્દિક પટેલના જડ અને હઠિલા વલણને રજુ કરતાં તેમણે દલીલ કરી હતી કે 25 ઓગસ્ટની જીએમડીસીની મહારેલી પછી હાર્દિક પટેલે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આવેદનપત્ર સ્વીકારવા આવે પછી જ રેલી સમાપ્ત થશે તેવી જાહેરાત કરી એ તેનો પુરાવો છે. પોલીસે ચાર્જશીટમાં ઉલ્લેખ કર્યો છે કે હાર્દિક મીડિયાને સાથે લઈ ગયો હતો તેના પરથી સ્પ,ટ છે કે આ પૂર્વાયોજીત ષડયંત્ર હતું. હાર્દિક સામેની આ દલીલો પછી સરકારી વકીલે સુનાવણી માટે વધુ સમય માગતાં હાઈકોર્ટે 9 જૂનની મુદત આપી હતી.

વેબદુનિયા પર વાંચો