કોપનહેગનમાં 968ની ધરપકડ

કોપનહેગનમાં થઈ રહેલ જલવાયુ પરિવર્તન સંમેલનનો વિરોધ થઈ રહ્યો છે. વિરોધ પ્રદર્શનના આ જ પ્રક્રિયા હેઠળ હજારો કાર્યકર્તાઓએ એક રેલીના રૂપમાં પ્રદર્શન કર્યુ. રેલીમાં થયેલ હિંસા પછી 968 લોકોની ધરપકડ કરવામાં આવી.

ભારતીય અભિનેતા રાહુલ બોસ સહિત રેલીમાં જોડાયેલ કાર્યકર્તા ગ્લોબલ વોર્મિંગથી છુટકારો મેળવવા એક મજબૂત સંધીની માંગ કરી રહ્યા હતા.

પ્રદર્શનકારીઓએ પોતાના હાથમા બેનરો લીધા હતા, જેના પર 'જલવાયુ પર હવે ન્યાય કરો', 'નીતિને બદલો' અને 'અમે ગ્રહ બી ના નિવાસી નથી' જેવા સ્લોગન લખ્યા હતા. પ્રદર્શનકારી સંમેલનના આયોજન સ્થળ બેલા સેંટરની તરફ વધી રહ્ય હ અતા.

સમાચાર મુજબ ચાર કલાક સુધી ચાલેલી આ રેલી એક કાર્યક્રમ જેવી હતી, પરંતુ બોટલો ફેકવાહી અને બારીઓના કાચ તોડયા પછી 968 કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી.

વેબદુનિયા પર વાંચો