Pakistan News - પાકિસ્તાનમાં ચાલતી ટ્રેન બની "ધ બર્નિંગ ટ્રેન" 3 બાળકો સહિત 7 મુસાફરોના મોત, અનેક લોકો દઝાયા

ગુરુવાર, 27 એપ્રિલ 2023 (17:51 IST)
ચાલતી ટ્રેનમાં અચાનક આગ લાગતાં પાકિસ્તાનમાં હોબાળો મચી ગયો હતો. ટ્રેક પર દોડતી આ ટ્રેનને જોઈને લોકો સમજી શક્યા નહીં કે તે ક્યારે ‘ધ બર્નિંગ ટ્રેન’ બની અને આગના ગોળામાં ફેરવાઈ ગઈ. લોકોને મામલો સમજાયો અને આગ પર કાબુ મેળવ્યો ત્યાં સુધીમાં ઓછામાં ઓછા 7 મુસાફરોના મોત થયા હતા અને મોટી સંખ્યામાં મુસાફરો દાઝી ગયા હતા.

 
આ દિલ કંપાવનારી ઘટના પાકિસ્તાનના સિંઘ શહેરમાં થઈ. જ્યા એક્સપ્રેસ ટ્રેનના એક ડબ્બામાં આગે અચાનક વિકરાળ રૂપ લઈ લીધુ. આ દર્દનાક દુર્ઘટનામાં 3 બાળકો અને 1 મહિલા સહિત ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા. એક અધિકારીએ ગુરૂવારે આ માહિતી આપી. તેમને જણાવ્યુ કે ગઈકાલે રાત્રે કરાંચીથી લાહોર જઈ રહેલી કરાચી એક્સપ્રેસના બિઝનેસ ક્લાસના ડબ્બામાં આગ લાગવાની આ ઘટના બની. ટ્રેનના ડબ્બામાંથી આગની લપેટો અને ધુમાડો ઉઠ તો જોઈને રેલવેના અધિકારીઓ અને મુસાફરો ગભરાય ગયા.  
 
40 મિનિટમાં મેળવ્યો આગ પર કાબૂ 
 
રેલવેના પ્રવક્તા મકસૂદ કુંડીએ કહ્યું કે કોચમાં આગ કેવી રીતે લાગી તે જાણવાના પ્રયાસો ચાલુ છે. આગ લાગ્યા બાદ તે ડબ્બો ટ્રેનથી અલગ થઈ ગયો હતો. કુંડીએ કહ્યું, “આ ઘટનામાં ત્રણ બાળકો સહિત સાત લોકોના મોત થયા છે. એક મહિલાએ પણ જીવ ગુમાવ્યો હતો. રેલ મંત્રાલયે આની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. તેમણે જણાવ્યુ કે આગની જાણ થતાં જ ટ્રેનને નજીકના સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી અને ફાયર વિભાગને તાત્કાલિક કાર્યવાહી માટે જાણ કરવામાં આવી હતી.  ફાયર ટેન્ડરો લગભગ 1.50 વાગ્યે સ્થળ પર પહોંચી ગયા હતા અને 40 મિનિટમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર