હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર અને વાલ્મીકિ રામાયણ મુજબ રાવણ પુલસ્ત્ય મુનિનો પૌત્ર હતો. અર્થાત્ તેના પુત્ર વિશ્વશ્રવાનો પુત્ર હતો. વિશ્વશ્રવાની વરવર્ણિની અને કૈકસી નામની બે પત્નિઓ હતી. વરવર્ણિનીએ કુબેરને જન્મ આપ્યો, શોક્યના પુત્રનો જન્મ થયો હોવાથી, ઈર્ષ્યામાં કૈકસીએ ગર્ભ ધારણ કર્યો, જેથી તેના ગર્ભમાંથી રાવણ અને કુંભકર્ણ જન્મ્યા હતા.