આપે ત્રણ C ના આધારે ઉમેદવારોનું કર્યું સિલેક્શન, 527 ઉમેદવારોની ત્રીજી યાદી

શનિવાર, 23 જાન્યુઆરી 2021 (19:27 IST)
આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના 527 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના ગાંધીનગર કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશપ્રમુખ ગોપાલ ઇટાલિયા, સહપ્રભારી શ્રી ગુલાબસિંહજી અને અન્ય હોદ્દેદારોની ઉપસ્થિતિમાં પ્રેસ કોંફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. 
 
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ દિલ્લી સરકારમાં થયેલા કામો અને સિદ્ધિઓ વિશે પ્રેસમીડિયાને માહિતગાર કર્યા હતા. આપે અત્યાર સુધી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 1700થી વધુ ઉમેદવારો જાહેર કરી ચૂકી છે. આપે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તે રાજ્યમાં સત્તાધીધ ભાજપનો મજબૂત વિકલ્પ બનશે. 
 
આપે રાજ્યમાં પ્રથમવાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમામ સીટો પર ચૂંટણી લડશે. આ સાથે જ પાર્ટી ભાજપના મજબૂત વિકલ્પના રૂપમાં ગુજરાતની ચૂંટણીના રાજકીય દંગલમાં પ્રવેશ કરશે. આપ ભાજપને સત્તાથી દૂર કરવા માટે કામ કરશે. 
 
ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રભાવી તથા દિલ્હીના ધારાસભ્ય ગુલાબસિંહે જણાવ્યું કે ગુજરાતમાં શિક્ષણનું સ્તર ખૂબ જ નીચું છે. અહીં લોકોને પ્રાથમિક સુવિધાઓ મળતી નથી. આ સરકાર ભ્રષ્ટાચારમાં લિપ્ત છે. વિપક્ષ કોંગ્રેસની પણ આ જ સ્થિતિ છે. એટલા માટે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી છે. 
 
આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે જેથી ઉમેદવારો ડોર ટૂ ડોર પ્રચાર અભિયાન કરી શકે. પાર્ટીએ લોકો માટે પોતાને ફરિયાદ નોંધાવવા માટે એક ઇમેલ એડ્રેસ પણ આપ્યું છે. અમે ત્રણ સી વિશે વાત કરી- કરપ્શન, ક્રાઇમ અને કેરેક્ટર.  
 
જો કોઇ ઉમેદવાર આ ત્રણેયમાંથી કોઇમાં પણ વંચિત મળી આવે છે, તો આપ ઉમેદવારને બદલી દેશે. અમે સીટને ખાલી છોડી દઇશું, પરંતુ એક ભ્રષ્ટ વ્યક્તિને અમારા ઉમેદવારના રૂપમાં ચૂંટણી લડવા દઇશું નહી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર