બિહારના મુસલમાનો આટલા પરેશાન કેમ છે

બુધવાર, 21 માર્ચ 2018 (13:54 IST)
દેશ અને દીનને બચાવવા માટે રેલી કે કોંફરેંસની જરૂર નથી. પણ તેમ છતા પટનામાં 15 એપ્રિલના રોજ ઓલ ઈંડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ અને ઈમારત-એ-શરિયાએ દીન બચાવો, દેશ બચાવો સંમેલનનુ આયોજન કર્યુ છે. 
 
હકીકત તો એ ક હ્હે કે આ પ્રકારની રાજનીતિ ફક્ત અને ફક્ત આયોજકોને ફાયદો પહોંચાડવા માટે કરવામાં આવે છે. જ્યારે તેમને લાગે છે કે તેઓ કે તેમના સંગઠનનુ અસ્તિત્વ સંકટમાં છે. આ હકીકત છે કે સંમેલનની તારીખની જાહેરાત 14 માર્ચના રોજ બિહાર અને ઉત્તર પ્રદેશમાં થયેલ પેટાચૂંટણીના પરિણામો આવતા પહેલા થઈ ગઈ હતી. 
 
અહી એવા લોકોની કમી નથી જે આવા આયોજનોને બેકાર માને છે. લોકોને લાગે છે કે આવા આયોજનોથી બીજેપી રાજનીતિક ફાયદો વધુ ઉઠાવે છે. એ માટે તેઓ અનેક ઉદાહરણ પણ આપે છે. તેમનુ કહેવુ છે કે બિહારમાં અનેક સ્થાન પર સાંપ્રદાયિક સૌહાર્દને બગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 
 
ગોરખપુર ફુલપુર અને બિહારના અરરિયા લોકસભા પેટાચૂંટણીમાં બીજેપીની હાર પછી ભાગલપુરમાં સાંપ્રદાયિક તનાવ જોવા મળ્યો. એ જ  ભાગલપુર જ્યા 1989માં રમખાણો થયા હતા. આ ઘટનાઓના કારણે અનેક વસ્તુઓ ક્રમવાર થઈ છે. એક વીડિયો વાયરલ થયો જેના વિશે કહેવાય છે કે અરરિયા પેટાચૂંટણીમાં રાષ્ટ્રીય જનતા દળના ઉમેદવાર સરફરાજ આલમની જીત પછી આરજેડી સમર્થક પાકિસ્તાનના સમર્થનમાં નારા લગાવી રહ્યા છે. જો કે પછી મીડિયામાં આ વીડિયોની સત્યતા પર પણ આંગળી ચીંધી. 
ત્યારબાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેના પુત્ર અર્જિત શાસ્વત વિરુદ્ધ બિહાર પોલીસે સાંપ્રદાયિક તનાવ ફેલાવવાના આરોપમાં એફઆઈઆર નોંધાવી. અર્જિતે 17 માર્ચના રોજ  ભાગલપુર શહેરમાં હિન્દુ નવ વર્ષના અવસર પર અનાધિકૃત યાત્રા કાઢી હતી. જો કે હજુ સુધી તેમની ધરપકડ થઈ નથી. 
 
2015માં અર્જિતે ભાગલપુર શહેરથી બીજેપીની ટિકિટ પર વિધાનસભા ચૂંટણી લડી હતી પણ તેને સફળતા મળી નહોતી.  અર્જિતના પિતા અશ્વિની ચૌબે અને એક બીજા કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે આ મામલે બિહાર પોલીસના વિરુદ્ધ નિવેદન આપ્યુ. હવે આ મામલે બિહાર વિધાનસભામાં નેતા પ્રતિપક્ષ તેજસ્વી યાદવે પુછ્યુકે ખોટુ કોણ બોલી રહ્યુ છે બિહાર સરકાર કે કેન્દ્રીય મંત્રી 
 
15 એપ્રિલના રોજ પટનાના ગાંધી મેદાન પર થનારા આ સંમેલનમાં ત્રણ તલાક બિલ મુખ્ય મુદ્દો હશે. આ હકીકત છે કે મુસલમાન ત્રણ તલાઅક બિલ સાથે સહમત નથી. ખાસ કરીને શીતકાલિન સત્રમાં રે રીતે આ બિલને પાસ કરવામાં ઉતાવળ બતાવાઈ તેને લઈને લોકોને આપત્તિ છે.  પણ એનો મતલબ એ નથી કે મુસલમાન પુરૂષ અને મહિલા પર્સનલ લૉ બોર્ડ અને ઈમાર-એસ-શરિયાના વલણ પર સવાલ નથી કરતા. મુસલમાનો વચ્ચે સામાન્ય રાય છે કે  સંકટની ઘડીમાં આ ધાર્મિક સંસ્થાઓમાં ક્યારેય તેમના અસલી મુદ્દો નથી ઉઠાવ્યા. 
પર્સનલ લૉ બોર્ડની અંદર અને બહાર પણ અનેક મુસલમાન બુદ્ધિજીવીયોને લાગે છે કે તલાક-એ-બિદ્દત (ત્રિપલ તલાક બિલ) જેવા મુદ્દાને અસદઉદ્દીન ઓવૈસી અને ઈમારત-એ-શરિયા પ્રમુખ મૌલાના વલી રહેમાની પોતાના રાજનીતિક ફાયદા માટે ઉપયોગ કરી રહ્યા છે.  જાણીતા સામાજીક કાર્યકર્તા અરશદ અજમલનુ કહેવુ છે કે હકીકતમાં સમસ્યા એ છે કે જે આ પ્રકારના અભિયાનોનુ નેતૃત્વ કરી રહ્યા છે તે આજની અસલી રાજનીતિન સમજી શક્યા નથી. 
 
ઉર્દુ છાપુ કૌમી અવાજના પત્રકાર રહી ચુકેલા અને અબ અલ ખૈર ક્રેડિટ કોઓપરેટિવ સોસાઈટીના મેનેજિંગ ડાયરેક્ટર નૈય્યર ફાતમી કહે છે કે દીન અને દેશ બચેલો છે પહેલા બીજેપી અને બોર્ડના લોકો ઠીક થઈ જાય.  તેમના મુજબ સમયની માંગ છે કે લોકો એ સમજી જાય કે બીજેપી અને મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડનો અસલી રાજનીતિક ઉદ્દેશ્ય શુ છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર