નવજ્યોતિ સિંહ સિદ્ધૂએ રાજ્યસભામાંથી અને તેમની પત્નીએ એમએલએના પદ પરથી આપ્યુ રાજીનામુ, AAPમાં જોડાશે

સોમવાર, 18 જુલાઈ 2016 (15:58 IST)
ભાજપા નેતા પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધૂએ રાજ્યસભામાંથી રાજીનામુ આપી દીધુ છે. એવી અટકળો છે કે તેઓ આમ આદમી પાર્ટીમાં સામેલ થઈ શકે છે.   જો આવુ થાય છે તો પંજાબમાં ચૂટણી પહેલા ભાજપા અકાલી ગઠબંધનને મોટુ નુકશાન થઈ શકે છે. 
 
અમૃતસરથી સાંસદ રહેલ સિદ્ધૂએ 2014ના લોકસભા ચૂંટણી અમૃતસરથી ભાજપા પાસે ટિકિટ માંગી હતી પણ તેમની જગ્યાએ અરુણ જેટલીને ઉમેદવાર બનાવવામાં આવ્યા જે હારી ગયા. સિદ્ધુ ત્યારથી ભાજપાથી નારાજ હતા. સિદ્ધૂની પત્ની નવજોત કૌર સિદ્ધૂ ભાજપામાંથી ધારાસભ્ય છે.  તેમણે પણ ભાજપાનુ એમએલએ પદ છોડી દીધુ છે. 
 
આમ આદમી પાર્ટીના સૂત્રો મુજબ સિદ્ધૂનુ પાર્ટીમાં આવવુ લગભગ નક્કી માનવામાં આવી રહ્યુ છે. એ પણ અટકળો છે કે તેઓ પંજાબમાં આમ આદમી પાર્ટી  તરફથી મુખ્યમંત્રી ઉમેદવાર પણ બની શકે છે.  

વેબદુનિયા પર વાંચો