ઘરેલુ ઉપાયોથી Food poisoningથી છુટકારો મેળવો

શુક્રવાર, 15 જુલાઈ 2016 (17:33 IST)
તાજા રસીલા ફળ અને લીલી શાકભાજી ખાવાની મજા આવે છે. તો બીજી બાજુ આ ઋતુમાં પોઈઝનિંગનો ખતરો પણ રહે છે.   આ બીમારી ટેસ્ટી ખાવાથી પણ થઈ જાય છે. બની શકે છે કે આ ખાવાનુ એવા સ્થાન પર બન્યુ હોય જ્યા ઈ બેક્ટેરિયા હશે.  ગેસ્ટ્રોલોજીના મુજબ ફૂડ પોઈઝનિંગ ઢાબાના જ નહી ફાઈવ સ્ટાર હોટલમાં બનેલ ખોરાક ખાવાથી પણ થઈ શકે છે.  જો શાકભાજી સારી રીતે સાફ ન કરવામાં આવી હોય અને તેને સારી રીતે બાફવામાં ન આવી  હોય તો ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે.  અનેક લોકો બાથરૂમમાંથી બહાર નીકળ્યા પછી પોતાનો હાથ સારી રીતે સાફ નથી કરતા કે પછી તેમા પહેલાથી જ ઈંફેક્શન હોય છે. આવામાં આ હાથથી ખાવાનુ બનાવતા ખોરાક દૂષિત થઈ શકે છે. 
 
ઘરેલુ ઉપાય - ફૂડ પૉઈજનિંગ ખૂબ વધુ નથી. તો કેટલાક ઘરેલુ ટિપ્સ પણ અજમાવી શકાય છે. 
 
1. ફૂડ પોઈજનિંગ થતા ચોખાનું માંડ પીવાથી પણ ફાયદો થાય છે. 
2. સારી રીતે ધોયેલા શાકભાજી અને ફળોનો ઉપયોગ કરો 
3. ઘરનુ બનેલ દહી કે છાશ ખવડાવો.
4. ફૂડ પૉઈજનિંગ થતા શરીરમાં પોટેશિયમનુ સ્તર ખૂબ ઓછુ થઈ જાય છે. આવામાં કેળા ખવડાવો. 
5. શરીરને ડિહાઈડ્રેટ થવાથી બચાવવા માટે દર્દીને તરલ વસ્તુઓ આપો. આ વસ્તુઓ પાણી, સફરજનનું જ્યુસ કે સૂપ કશુ પણ હોઈ શકે છે. 
6. પાણી હંમેશા ઉકાળીને જ ઉપયોગમાં લો. 
7. ઉલ્ટીઓમાં આરામ માટે દાંતો વચ્ચે એક લવિંગ કે આદુ દબાવીને રાખવા માટે આપો અને એક જરૂરી વાત ઘરમાં જો એક વ્યક્તિને પૉઈજનિંગ થઈ છે તો બાકીની  ઘરના સભ્યોને આ વાતનુ ખાસ ધ્યાન રાખો કે રાતનો વાસી ખોરાક બિલકુલ ન ખાશો ખાસ કરીને રોટલી.

વેબદુનિયા પર વાંચો