આ દિવાળીએ આ રીતે કરો લક્ષ્મીનું સ્વાગત

ગુરુવાર, 12 ઑક્ટોબર 2017 (17:39 IST)
દિવાળી આવવાની છે.. આખુ વર્ષ આપણે આ તહેવારની રાહ જોઈએ છીએ. આ તહેવાર તમારા જીવનમાં અનેક ખુશીઓ અને સમૃદ્ધિ લાવે. વર્તમાન દિવસમાં ઘરમાં તહેવારની તૈયારીઓ ચાલી રહી છે. આવામાં જરૂરી છે કે કેટલાક વાસ્તુ દોષોને સહેલાથી ઉપાય કરી દૂર કરી લેવામાં આવે. આવો જાણીએ તેના વિશે.. 
 
એવુ કહેવાય છે કે મા લક્ષ્મી એ જ ઘરમાં આવે છે જ્યા સ્વચ્છતા હોય છે. આવામાં ઘરની સફાઈ પર વિશેષ ધ્યાન આપો.  વાસ્તુ મુજબ ઘરમાં મુકેલી 27 વસ્તુઓનુ સ્થાન પરિવર્તિત કરવુ જોઈએ. જો ઘરમાં કલરકામ કરાવી રહ્યા છો તો ડ્રોઈંગ રૂમમાં ગુલાબી, સફેદ કે ક્રીમ કલર સારો માનવામાં આવે છે.  બેડરૂમમાં આછો ગ્રીન, આસમાની ગુલાબી રંગનો પ્રયોગ કરી શકો છો. રસોડામાં સફેદ રંગ સારો છે. 
 
તહેવારો પર ઘરમાં મીઠાઈ જરૂર લાવો. તહેવારો પર ઘરના મુખ્ય દ્વાર અને બારીઓ ખુલ્લી મુકો. મુખ્ય દરવાજા પર સુંદર રંગોળી બનાવો. ઘરમાં મુકેલ કબાડને બહાર મુકી દો. અગાશી પર કચરો જમા હોય તો હટાવી દો.. પુસ્તકો રમકડા અને વાસણોનું દાન કરો. ઘરને ધૂપ અગરબત્તીથી સુગંધિત કરો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર