પુષ્ય નક્ષત્ર 2017 પર કરો આ ઉપાય ઘરમાં નહી થશે પૈસાની પરેશાની

ગુરુવાર, 12 ઑક્ટોબર 2017 (15:36 IST)
દિવાળી 2017થી પહેલા આવનાર મહાશુભ સંયોગ પુષ્ય નક્ષત્ર 2017 શુભ કાર્ય માટે ખૂબજ શ્રેષ્ઠ ગણાયું છે. જણાવી નાખે કે આ શુભ યોગમાં કરેલ પૂજાથી મા લક્ષ્મી પ્રસન્ન હોય છે અને તમારા ઘરમાં ધનવર્ષા હોય છે. પુષ્ય નક્ષત્ર પૂજામાં તમાર આરાધ્ય દેવ અને કુળદેવતાની પૂજા કરવી જોઈએ. આ વર્ષે 13 અને 14 ઓક્ટોબરે પુષ્યનક્ષત્ર છે 13 ઓક્ટોબરની સવારે 7:46 થી શરૂ થઈ 14 ઓક્ટોબરને સવારે 6:54સમાપ્ત થશે. હવે આ જણાવીશ એ કામ પુષ્યનક્ષત્રમાં જરૂર કરવા જોઈએ
 
 ઘરમાં નહી થાય ધનની કમી 
 
જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં ક્યારે ધનની ઉણપ ન હોય તો પુષ્ય નક્ષત્ર પર એકાક્ષી નારિયેળનો પૂજન કરો. આવું કરવાથી ઘરમાં ક્યારે પણ પૈસાની ઉણપ નહી થશે. નારિયેળમાં ઉપરની બાજુ એક આંખનો નિશાન હોય છે તેથી તેને એકાક્ષી નારિયેળઆ નામથી ઓળખાય છે. તે સાક્ષાત દેવી મા લક્ષ્મીનો સ્વરૂપ ગણાય છે. એવી માન્યતા છે કે પુષ્ય નક્ષત્રના દિવસે વહી-ખાતા અને કળમ(Pen) વગેરે ખરીદી વ્યાપારિક પ્રતિષ્ઠાનમાં મૂકવૂં જોઈએ. તેની સાથે તમે સોના-ચાંદીના ઘરેણાની પણ ખરીદી કરી શકો છો. 
 
કેવી રીત કરીએ પૂજા 
13 ઓક્ટોબરે સ્નાન વગેરે કરી સફેદ કપડા પહેરો પછી મંદિરમાં પૂજા શરૂ કરતા પહેલા પૂજાની થાળીમાં ચંદન કે કંકુથી અષ્ટદળ બનાવે તેના પર આ એકાક્ષી નારિયેળને મૂકી દો અને અગરબત્તી અને દીપક લગાવી દો. ત્યારબાદ નારિયેળને ગંગાજળથી શુદ્ધ કરીને ફૂલ, ચોખા, ફળ અને પ્રસાદ ચઢાવો. આવું કર્યા પછી નારિયેળને લાલ ચુનરી પણ ચઢાવો. 
 
 
નારિયેળને રેશમી કપડા પર લપેટવાથી પહેલા આ મંત્ર બોલો
 
ॐ श्रीं ह्रीं क्लीं ऐं महालक्ष्मीं स्वरूपाय एकाक्षिनालिकेराय नम: सर्वसिद्धि कुरु कुरु स्वाहा...
આ મંત્રને ભણતા સમયે 108 ગુલાબની પંખુડી ચઢાવો. દરેક પંખુડી ચઢાવતા સમયે આ મંત્ર ઉચ્ચારણ કરતા રહો. આવું કરવાથી લક્ષ્મી સાધકની દરેક મનોકામના પૂરી કરે છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર