રાશિફળ

સિંહ
આ મહિનો તમારે માટે ટૂંકમાં કહીએ તો અનુકૂળ રહી શકે છે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે. નોકરીમાં અધિકારીઓ સાથે તમારો તાલમેલ વધશે જે કેરિયર માટે સારુ રહેશે. પણ ક્રોધ અને ઉત્તેજના પર કાબૂ રાખવો પડશે નહી તો ઘર સાથે જ પારિવારિક જીવનમાં પણ ગૂંચવણોનો સામનો કરવો પડી શકે છે. આર્થિક મામલે ઉન્નતિ માટે થોડી વધુ મહેનત કરવી પડી શકે ચ હે. તેલ મસાલાવાળુ ખાવાથી દૂર રહો કારણ કે ઉદર અને ગરમીને કારણે થનારી બીમારીઓ કષ્ટ આપી શકે છે.