રાશિફળ

મિથુન
મહિનાના પ્રથમ ભાગ તમારે માટે અનુકૂળ રહેશે. તમારા અનેક અધૂરા અને મહત્વપૂર્ણ કાર્ય પુરા થશે. નોકરી-વ્યવસાયમાં લાભ અને ઉન્નતિની તકો મળશે. પણ તમારા આરોગ્ય અને ધન મામલે આ મહિનો ખૂબ સમજદારી અને સતર્કતા સાથે ચાલવુ પડશે. સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓને કારણે તમને માનસિક પરેશાની થઈ શકે છે. ખર્ચ વધશે જ્યારે કે આવકમાં સ્થિતિ સામાન્ય રહેશે. આવામાં તમને કોઈની સાથે આર્થિક લેવડ-દેવડ પણ કરવી પડી શકે છે. પારિવારિક જીવનમાં પરસ્પર તાલમેલ બનાવી રાખવા માટે સંયમથી કામ લેવુ પડશે.