રાશિફળ

મેષ
તમારા ગુસાની માત્રા વધશે. આવામાં કોઈપણ વ્યક્તિના સાથે વ્યવ્હારમાં ઉગ્રતા ન આવે તેનુ વિશેષ ધ્યાન રાખો. ભાગ્યેશ અને વ્યયેશ ગુરૂ તમારી રાશિથી છઠ્ઠી કન્યા રાશિમાં છે. જેનાથી કામકાજમાં વૃદ્ધિ થશે. તમારી મહેનત મુજબ તમને ફળ મળશે. મહિનાના ઉત્તરાર્ધમાં સૂર્ય રાશિ બદલીને મીન રાશિમાં આવશે જે તમારે માટે સરકારી અને કાયદાકીય ખર્ચમાં વૃદ્ધિના સંકેત આપી રહ્યા છે. આ સમય તમારી પ્રતિષ્ઠા ખંડિત નહી થાય તેનુ ધ્યાન રાખવુ પડશે. શુક્રના વ્યય સ્થાનમાં હોવાથી મનોરંજન અને વિલાસી ગતિવિધિઓમાં જરૂર કરતા વધુ ખર્ચ થઈ શકે છે. બુધ પણ મીન રાશિમાં આવશે. જેનાથી તમારા વિચારોમાં નકારાત્મકતા આવવાની શક્યતા છે.