વર્ષ 2022ની શરૂઆતમાં પાકિસ્તાનના ક્રિકેટ ફેંસને મોટો ઝટકો લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે ટીમના દિગ્ગજ ઓલરાઉંડર મોહમ્મદ હફીજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે. 41 વર્ષીય મોહમ્મદ હફીજ જમણા હાથના બેટ્સમેન અને બોલર છે. પાકિસ્તાનના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ક્રિકેટરોમાંથી એક હાફિજે 2018માં પોતાના ટેસ્ટ કરિયરમાંથી ક્રિકેટ કરિયરની શરૂઆત કરી હતી.
પાકિસ્તાનના સૌથી સફળ ખેલાડીઓમાંથી એક હાફીજની અંતિમ ટુર્નામેંટ 2021માં આયોજીત થયેલા ટી20 વર્લ્ડકપ હતો તેમા સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાના વિરુદ્ધ મુકાબલામાં તે અંતિમવાર રમ્યા હતા. અહી બતાવી દઈએ કે 2018માંજ હાફીજે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. તેમણે પોતાની અંતિમ ટેસ્ટ મેચ અબુ ધાબીમાં ન્યુઝીલેંડના વિરુદ્ધ રમ્યા હતા.