સામગ્રી - એક કપ નારિયળ છીણેલુ, 3 નાની ચમચી સફેદ તલ સેકેલા, 3 નાની ચમચી મગફળી સેકેલી છોલટા વગરની. એક નાની ચમચી આમલી બીજા કાઢેલી, 3 સૂકા લાલ મરચા, લસણની 2-3 કળી, સ્વાદમુજબ મીઠુ. પાણી.
બનાવવાની રીત - મિક્સર જારમાં નારિયળ, તલ, મગફળી, આમલી, લાલ મરચુ, લસણ, મીઠુ અને થોડુ પાણી નાખો.
- હવે જારને ઢાંકણ લગાવીને ગ્રાઈંડર પર સેટ કરીને બધી સામગ્રી ઝીણી કરી લો.
- જ્યારે સામગ્રીની ચટણી જેવી પેસ્ટ બની જાય તો ગ્રાઈંડર બંધ કરો.
- ચટણીને કોઈ વાસણમાં કાઢી લો. તૈયાર છે નારિયળ અને તલની ચટણી. તેમા ડોસા, ઉપમા, ઉત્તપમ, ઈડલી કે વડા સાથે સર્વ કરો.