કોંગ્રેસે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો - ,, 'ખુશ રહે ગુજરાત'ના ઇરાદા સાથે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો
સોમવાર, 4 ડિસેમ્બર 2017 (18:19 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણી દેશભરમાં ભાજપ માટે સ્વમાનનો મુદ્દો બનીને રહ્યો છે. ત્યારે ભાજપ પહેલા જ કહી ચૂક્યું હતું કે કોંગ્રેસ તેનો મેનિફેસ્ટો બહાર પાડે પછી જ પોતાનો મેનિફેસ્ટો જાહેર કરશે. કોંગ્રેસે આખરે પોતાનો મેનિફેસ્ટો જાહેર કરી દીધો છે. કોંગ્રેસ તેના મેનિફેસ્ટોમાં યુવા, ખેડૂતો, વિદ્યાર્થી, કામદારો, વેપાર-ઉદ્યોગ ક્ષેત્રના લોકોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. સાથે જ જમીન- ઘર, આરોગ્ય સેવા, મોંઘવારી વગેરે બાબતે પણ પ્રજાને વચનો આપ્યા છે.
ગરીબોને 2 રૂપિયે કિલો ઘઉં મળશે ઓબીસી વિદ્યાર્થીઓ માટે ખાસ તાલીમ કેન્દ્રો ગરીબ-મધ્યમવર્ગના લોકો માટે રૂ. 25 લાખની આવાસ યોજના વીજ દરોમાં 50 ટકા સુધીનો ઘટાડો કરાશે આંદોલન દરમ્યાન થયેલા કેસો પાછા ખેંચાશે પોલીસના કામના કલાકોની સમીક્ષા કરાશે ખેડૂતોનું દેવું માફ કરાશે ખેતી માટે 16 કલાક વીજળી યુવાનોને સ્વરોજગારી માટે રૂ. 32 હજાર કરોડ ધિરાણની જોગવાઈ ઓર્ગેનિક ખેતીને પ્રત્સાહન આપતી નીતિ ઘડવામાં આવશે દરેક સમાજની મહિલાઓને ઘરનુ ઘર આપશે બેરોજગાર યુવોનોને રૂ. 4 હજાર સુધીનું બેરોજગારી ભથ્થું દરેક જિલ્લામાં 24 કલાક ટોલ ફ્રી મહિલા હેલ્પ લાઈન પ્રાથમિક શિક્ષણથી ઉચ્ચશિક્ષણ સુધી કન્યાઓને 100 ટકા ફી માફી મહિલા સબંધિત ગુનાઓના કેસો માટે ફાસ્ટટ્રેક કોર્ટ એકલ મહિલાઓ માટે ઘરના ઘરની ફાળવણી મહિલાઓ માટેની પિંક ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા સરકારી વિભાગોમાં કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરાશે સરેરાશમાં ખાલી જગ્યાઓ માટે ભરતી ઝુંબેશ ગુણવત્તાયુક્ત શિક્ષણ અને પરવડે તેવી ફી સાથેની શિક્ષણ વ્યવસ્થા સેલ્ફ ફાઈનાન્સ કોર્ષનુ ફરીથી ગ્રાન્ટ-ઈન શાળા-કોલેજોમાં રૂપાંતર સેલ્ફ ફાઈનાન્સ કોલેજોને ફી નિયંત્રણ કાયદામાં લવાશે સ્વરોજગારી માટે તમામ સમાજના ઉદ્યોગ સાહસિકોને 100 ટકા નાણાંકીય લોન ઉચ્ચશિક્ષણ,શાળા-કોલેજોના વિદ્યાર્થીઓને લેપટોપ-સ્માર્ટ ફોન દરેક જીલ્લામાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે છાત્રાલયો પેટ્રોલ ડિઝલના કરમાં ઘટાડો કરી પ્રતિ લિટરે રૂ.10 નો ઘટાડો કરાશે નીટમાં થતાં અન્યાય સામે ચોક્કસ રાજ્ય સરકારની પહેલ દરેક ગામ અને શહેરોમાં રમત-ગમતને મેદાનની જોગવાઈ રાજ્યમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા અનાજની દુકાનથી સસ્તું અનાજ કામદારોની સામાજિક સલામતી બાળકોના શિક્ષણ, આરોગ્ય, આવાસ, સામાજિક યોજનાઓના લાભ સમાન કામ સમાન વેતન સ્થાનિકોને રોજગારીની જોગવાઈનો કડક અમલ કરાશે સરકારી ભરતીનું કામ ઝડપી કરાશે સરદાર પટેલ યુનિવર્સલ હેલ્થ કાર્ડ અપાશે ખેતી માટે વિનામૂલ્યે પાણી આપવામાં આવશે કોંગ્રેસ ખેડૂતોને યોગ્ય પાક વિમો આપશે કપાસ, મગફળી, બટાકાના પાક ઉત્પાદન પર વિશેષ બોનસ ખેડૂતોને લીફટ ઈરીગેશનની સુવિધા અપાશે બેરોજગાર યુવાનો માટે સ્વરોજગારીની જોગવાઈ