ભારત-પાક. વચ્ચે સચિવ સ્તરની મંત્રણા શરૂ

વેબ દુનિયા

મંગળવાર, 25 નવેમ્બર 2008 (19:28 IST)
કેન્દ્રીય સચિવ મધુકર ગુપ્તાનાં નેતૃત્ત્વ હેઠળ ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ મંત્રણા કરવા પાકિસ્તાન પહોચી ગયું છે.

પાકિસ્તાન જતાં પહેલાં ગુપ્તાએ પત્રકારોને જણાવ્યું હતું કે જુલાઈ 2007નાં ગૃહસચિવ કક્ષાની પાકિસ્તાન સાથેની મંત્રણા નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. છેલ્લાં પાંચ વર્ષથી સુરક્ષા મુદ્દે બંને દેશો દ્વિપક્ષીય મંત્રણાઓ આગળ ધપાવી રહ્યાં છે. અટારી સરહદે અલગ અલગ આંતરરાષ્ટ્રીય દરવાજો બનાવવાની દરખાસ્ત 2011 સુધી પૂર્ણ કરી દેવામાં આવશે.

પશ્ચિમી વાયુ સેના કમાન્ડર એર માર્શલ પી.કે.બારબોરાએ બે દિવસીય કોન્ફરન્સને સંબોધન કરતાં જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે શરૂ થઈ રહેલી નાણાંકીય કટોકટીને લીધે આપણાં દેશ સમક્ષ નવા પડકારો ઉભા થયા છે. આપણા પાડોશી રાષ્ટ્રોમાં મોટાભાગે અસ્થિરતા પેદા થઈ છે. તેથી આપણે સતર્કતા વધારવી પડશે.

વેબદુનિયા પર વાંચો