રાજીવ હત્યાકાંડમાં તમિલ સરકારને નોટિસ

વાર્તા

શુક્રવાર, 17 ઑક્ટોબર 2008 (19:13 IST)
પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી હત્યા કાંડમાં આજીવન કારાવાસની સજા કાપી રહેલ એક આરોપીની 14 વર્ષની જેલની સજા કાપ્યા બાદ જેલમાંથી છુટકારો મેળવવા માટે કરેલી અરજી મામલે સુપ્રિમ કોર્ટે આજે તમિલનાડુ સરકારને નોટિસ પાઠવી છે.

મુખ્ય ન્યાયાધીશ કે.જી.બાલાકૃષ્ણન અને ન્યાયમૂર્તિ પી સથાશિવમની પીઠે પી.આર. રવિચંદ્રનના વકીલની અરજી પર સુનાવણી બાદ રાજ્ય સરકારને નોટિસ જારી કરી છે. અરજીમાં ઉલ્લેખ કરાયો હતો કે, રાજ્ય સરકારે આજીવન કારાવાસની સજા પામેલા કેટલાય આરોપીઓને 14 વર્ષની સજા બાદ છોડી મુક્યા છે.

વકીલે એ પણ કહ્યું હતું કે, અરજીકર્તાના મામલે ગંભીર વિચાર એટલા માટે નથી કરાયો કે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની હત્યાનો મામલામાં તે સામેલ હતો અને અત્યારે કેન્દ્ર સરકાર અને તામિલ વિદ્રોહીઓ વચ્ચે તનાવ પેદા થયો છે.

રવિચન્દ્રનને નીચલી અદાલતે ફાંસીની સજા સંભળાવી હતી જેને મદ્રાસ હાઇકોર્ટે યથાવત રાખી હતી. જોકે સુપ્રીમ કોર્ટે વર્ષ 1995માં આ સજાને ઓછી કરતાં આજીવન કેદમાં પરિવર્તિત કરી હતી.

ઉલ્લેખનિય છે કે, 21 મે 1991માં ચેન્નઇ નજીકના શ્રીપેરમ્બુદ્દરમાં તમિલ વિદ્રોહી સંગઠન એલ.ટી.ઇથી જોડાયેલ આત્મઘાતી હુમલાખોર મહિલાએ રાજીવ ગાંધીની હત્યા કરી દીધી હતી.

વેબદુનિયા પર વાંચો