લગ્નના એક અઠવાડિયા પહેલા આ રીતે બનો સુંદર, ટ્રાય કરો આ 12 Tips
બુધવાર, 7 ડિસેમ્બર 2016 (17:30 IST)
બધાની એ ઈચ્છા હોય છે કે લગ્નના દિવસે તેમનો વટ પડે મતલબ પોતે આકર્ષક અને સુંદર લાગે. આ માટે લોકો લગ્ન પહેલા અનેક પ્રયત્નો કરે છે. પણ જ્યા સુધી અંદરથી હેલ્ધી નહી બનો ત્યા સુધી આ કોશિશ ખાસ કમાલ નહી બતાવી શકે. ન્યૂટ્રીશિયન એક્સપર્ટ મુજબ હેલ્ધી રહેશો તો ચેહરો ગ્લો કરશે અને તમે એનર્જેટિક પણ રહેશો. અહી અમે બતાવી રહ્યા છે કેટલીક સહેલી ટિપ્સ જેને ફોલો કરીને તમે અઠવાડિયામાં જ તમારા ચહેરાનો ગ્લો વધારી શકશો અને વજન પણ કંટ્રોલમાં રાખવાની મદદ મળશે. ફોલો કરો આ ટિપ્સ અને યાદગાર બનાવો તમારો સ્પેશ્યલ દિવસ.
1. ફ્રૂટ્સ ખાવ - ઓરેંજ પપૈયુ અને જામફળ જેવ ફળ આખો દિવસ દરમિયાન 1-2 વાર ખાવ.
શુ થશે ફાયદો - તેમા રહેલ વિટામિન C ચેહરાનો ગ્લો વધારશે અને સ્કિન સોફ્ટ બનશે.
2. શાકભાજી વધુ ખાવ - ડાયેટમાં પાલક, બીટ રૂટ અને ગાજર જેવા શાકનું પ્રમાણ વધારો.