ઘરેલુ ઉપચાર - પેટની ચરબી ઉતારવા આટલુ કરો

મંગળવાર, 23 ફેબ્રુઆરી 2016 (23:45 IST)
પેટ ની ચરબી થી પરેશાન છો અને ફાંદાળુ પેટ ઓછુ કરવાનો  મન માં વિચાર કરી ચુક્યા છો તો દરરોજ મર્જરી યોગનો અભ્યાસ કરો. આ યોગમાં શરીરની મુદ્રા બિલાડીની જેમ હોય છે એટલે આને  મર્જરી યોગ કહેવામાં આવે છે.
 
શું ફાયફા છે  .
આ યોગથી પેટની ચરબી ઘટે છે અને વજન પણ ઓછુ થાય છે. આ શરીરને લચીલો પણ બનાવે છે હાથનું કાંડું અને ખભાને પણ મજબુત બનાવે છે. પાચન ક્રિયા અને લોહીનો સંચાર પણ યોગ્ય રાખવા મા મદદરૂપ છે.
 
આ પણ ધ્યાન રાખો કે ગરદન દુ:ખાવા , કમર  દુ:ખાવા, કે સ્પોડ્લાઈટિસ ના દર્દી આ યોગ કરવાથી પહેલા પોતાના ડાકટર થી સલાહ જરૂર લેવી.
 
આ રીતે કરો...  
 
બન્ને ધુટંણ અને હથેળીના બળે ઉભા થાઓ (બિલાડી કે ટેબલની મુદ્રામાં) 
 
બન્ને હાથ અને પગ સીધા રાખો. માથા સીધું રાખો અને સામે જુઓ.
 
હવે ઠોડી ઉઠાવતા શ્વાસ ખેંચો અને માથુ ઉપરની તરફ ઉઠાવતા આ રીતે શરીરને સારી રીતે સ્ટ્રેચ કરો.
 
 
થોડા સેકંડ પછી શ્વાસ છોડતા માથાને નીચે તરફ લઇ જાઓ.

વેબદુનિયા પર વાંચો