કટિચક્રાસન

કટિનો અર્થ કમર અર્થાત કમરનું ચક્રાસન. આ આસનમાં બંને ભુજાઓ, ગરદન અને કમરનુ વ્યાયામ થાય છે.

વિધિ : પહેલા સાવધાનની મુદ્રામાં ઉભા થઈ જાવ. પછી બંને પગમાં લગભગ એક ફૂટનુ અંતર મુકીને ઉભા થઈ જાવ. પછી બંને હાથોને ખભાને સમાંતર ફેલાવતા હથેળીઓ જમીન તરફ મૂકો.

પછી ડાબો હાથ સામેથી ફરાવતા જમણા ખભા પર મુકો. પછી જમણ હાથ વાળીને પીઠની પાછળ લઈ જઈને કમર પર મૂકો. ધ્યાન રાખો કે કમરવાળા હાથને હથેળી ઉપર જ રહે. હવે ગરદનને જમણેથી ખભાની તરફ ફરાવતા પાછળ લઈ જાવ. થોડી વાર આ જ સ્થિતિમાં રહો.

પછી ગરદનને સામે લાવીને ક્રમશ : હાથોને ખભાને સમાંતર મુકીને હવે આ જ ક્રિયાને જમણેથી કરવાનો પ્રયત્ન કર્યા પછી જમણી બાજુથી કરો. આ રીતે આના એક એક તરફથી પાંચ-પાંચ ચક્ર કરો.

W.D
સાવધાની : કમર કે ગરદનમાં વધુ દુ:ખાવો હોય તો આ આસન ન કરો.

લાભ : આ કમર, પેટ, મેરુદંડ અને જાંધને સુધારે છે. આનાથી ડોક અને કમરને લાભ થાય છે. આ આસન ડોકને સુડોળ બનાવીને કમરની ચરબી ઘટાડે છે. શારીરિક થાક અને માનસિક તણાવ દૂર થાય છે.

વેબદુનિયા પર વાંચો