Dhanurasana- આમાં, શરીરનો આકાર સામાન્ય રીતે દોરેલા ધનુષ જેવો થઈ જાય છે, તેથી તેને ધનુરાસન કહેવામાં આવે છે.
વિધિ : ધરતી પર યોગ માટે ફેલાવી મકરાસનની અવસ્થામાં પેટના બળે ઉંધી સૂઈ જાઓ. પછી બંને પગને પરસ્પર અડાડી હાથોને કમર સાથે જોડો. દાઢી ભૂમિ પર ટેકવો. એડી-પંજા અને ધૂંટણ જોડાયેલા હોય. કોણીઓ કમરને અડેલી, ઉપરની તરફ હથેળી મુકો. હવે પગને ઘૂંટણથી વાળો. પછી બંને હાથથે પગના અંગૂઠાને જોરથી પકડો. પછી હાથ અને પગને ખેંચતા ઘૂંટણ પણ ઉપર ઉઠાવો. માથુ પાછળની તરફ પગના તળિયા પાસે લઈ જાવ. આખા શરીરનો ભાર નાભિપ્રદેશના ઉપર જ રહે. કુમ્ભક કરીને આ સ્થિતિમાં 10-30 સેકંડ સુધી રહો.
લાભ : ધનુરાસનથી પેટની ચરબી ઘટાડી શકાય છે. આનાથી બધા જ આંતરિક અંગો, માંસપેશિયો તથા ઘુટણના દુખાવાથી છુટકારો મેળવી શકાય છે.આ આસન શરીરમાં ઉર્જા તથા સત્વ, રજસ,તમસ એમ ત્રણ ગુણોનું સંતુલન બનાવી રાખે છે. હ્રદય મજબુત બને છે. ગળાના તમામ રોગ મટી જાય છે. પાચનશક્તિમાં વધારો થાય છે. શ્વાસોશ્વાસની ક્રિયા સુઘડ બને છે. કબજીયાતની તકલિફ દૂર થાય છે. મેરૂદંડમાં લચીલાપણું આવેઅ છે. સર્વાઈકલ, સ્પોંડોલાઈટીસ, કમરનો દુખાવો તથા પેટના દર્દોમાં આ હિતકારી આસન છે. સ્ત્રીઓની માસિક વિકારોમાં લાભપ્રદ છે.કિડ્નીને પોષણ આપી મુત્ર-વિકારોને દૂર કરે છે.