એશિયન ગેમ્સના ગોલ્ડ મેડલિસ્ટ અને ભારતની સ્ટાર બૈડમિંટન જોડી સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ BWF ની તાજી જાહેર મેસ ડબલ્સ વર્લ્ડ રૈકિંગમાં ત્રણ સ્થાનની છલાંગ લગાવી છે. આ જોડી હવે 10મા નંબર પર પહોચી ગઈ છે. તેમને આ સફળતા ચાઈના ઓપન 2025 માં સેમીફાઈનલ સુધી પહોચ્યા પછી મળી છે. જ્યા તેમણે મલેશિયાની જોડી આરોન ચિયા અને સો વૂઈ યિક થી 13-21, 17-21 થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સીઝનની તેમની ત્રીજી સેમીફાઈનલ હતી. આ પહેલા તેઓ સિંગાપુર ઓપન અને ઈંડિયા ઓપનમાં પણ અંતિમ ચારમાં પહોચ્યા હતા. ગયા વર્ષે થાઈલેંડ ઓપન જીત્યા પછી આ ભારતીય જોડીએ દુનિયાની નંબર વન રૈકિંગ મેળવી હતી.
લક્ષ્ય સેન 17મા સ્થાન પર પહોચ્યા
ભારતન ટૉપ રૈંકવાળા સિંગલ્સ ખેલાડી લક્ષ્ય સેને પણ તાજી રેકિંગમાં બે સ્થાનની છલાંગ લગાવીને 17મા પગથિયે સ્થાન બનાવી લીધુ છે. તેમના હવે 54442 પોઈંટ છે. જે ચીનના ઝેનજિયાંગ વાંગ (18મા સ્થાન) થી થોડા આગળ છે. વાંગે આ અઠવાડિયે 5 પગથિયની છલાંગ લગાવી છે. બીજી બાજુ અનુભવી શટલર એચએસ પ્રણોયે પણ બે સ્થાન ઉપર ચઢીને વર્લ્ડ નંબર 33 પર સ્થાન બનાવી લીધુ છે. તેમના હવે 40336 પોઈંટ થઈ ગયા છે.
ઉન્નતિ હૂડા બની ભારતની નવી સ્ટાર
વૂમેન્સ સિંગલ્સમાં 17 વર્ષની હરિયાણાની ઉભરતી સ્ટાર ઉન્નતિ હૂડાએ શાનદાર પ્રદર્શન કરતા ચાર સ્થાનની છલાંગ લગાવી અને પોતાના કરિયરની સર્વશ્રેષ્ઠ 31મી રૈકિંગ મેળવી છે. ઉન્નતિએ ગયા અઠવાડિયે ડબલ ઓલંપિક મેડલ વિજેતા પીવી સિંઘુ ને 21-16, 19-21, 21-13 થી હરાવીને સૌને ચોંકાવી દીધા હતા. આ મુકાબલો 1 કલાક 13 મિનિટ સુધી ચાલ્યો. જો કે ક્વાર્ટર ફાઈનલમાં તેમને જાપાનની ત્રીજી વરિયતા પ્રાપ્ત ખેલાડી અકાને યામાગુચી સામે હારનો સામનો કરવો પડ્યો. વૂમેન્સ ડબલ્સમાં ભારતની ટોચની જોડી ત્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદએ 11મા સ્થાન પર પોતાની સ્થિતિ કાયમ રાખી છે. બીજી બાજુ તનિષા ક્રાસ્ટો અને અશ્વિની પોનપ્પાની જોડીએ બે સ્થાન ઉપર ચઢતા 45 મી રૈંકિંગ મેળવી છે.