વક્રાસન

વક્રાસનમાં બેસીને કરવાના આસનોના હેઠળ આવે છે. વક્ર સંસ્કૃતનો શબ્દ છે, વક્રનો અર્થ થાય છે ત્રાસુ, પણ અહીં આસનને કરવાથી મેરુદંડ સીધુ થાય છે.

વિધિ - બંને પગને સામે ફેલાવીને બેસવામાં આવે છે. બંને હાથ બગલમાં રાખવામાં આવે છે. કમર સીધી અને નજર સામે રાખો. જમણા પગને ઘૂઁટણથી વાળીને લાવો અને ઠીક ડાબી બાજુના પગના ઘૂઁટણની ઉપર મુકો પછી જમણા હાથને પાછળ લઈ જાવ.

આ હાથને મેરુદંડથી સીધો રાખો. થોડી વાર સુધી આ જ સ્થિતિમાં રહ્યા પછી હવે ડાબા પગને ઘૂઁટણથી વાળીને આ આસન કરો.

ત્યારપછી ડાબા હાથને જમણા પગના ઘૂઁટણ પર ઉપરથી ક્રોસ કરીને જમીનની ઉપર રાખો. ત્યારબાદ ગરદનને ધીરે ધીરે પાછળની તરફ લઈ જાવ અને વધુમાં વધુ પાછળની બાજુ જોવાનો પ્રયત્ન કરો.

W.D
સાવધાની - જમણા પગને જ્યારે ઘૂઁટણથી વાળીને લાવીએ છીએ ત્યારે ડાબા પગને ઘૂઁટણના ઉપર મુકવો પડે છે, પાછળ મુકેલો હાથ કોણીથી સીધો રાખીને મેરુદંડથી 6 થી 9 ઈંચની વચ્ચે રાખવો પડે છે. પેટ અને કમરના રોગી યોગ ચિકિત્સકની સલાહ લે.

ફાયદા - આ આસનના અભ્યાસથી લીવર, કિડની, પેનક્રિયાઓ પ્રભાવિત થાય છે, જેનાથી આ અંગ નિરોગી રહે છે. સ્પાઈનલ કાર્ડ મજબૂત થાય છે. હર્નિયા (પેટની એક બીમારી)ના રોગીઓને પણ આનાથી લાભ મળે છે.

વેબદુનિયા પર વાંચો