આ છે વર્લ્ડ કપમાં સૌથી વધુ સિક્સરો મારનારા 8 ઉસ્તાદ

મંગળવાર, 27 જાન્યુઆરી 2015 (16:40 IST)
વિશ્વ કપ 2015 શરૂ થવામાં માત્ર 28 દિવસ જ બાકી રહ્યા છે. આવો જાણીએ એ 8 દિગ્ગજો વિશે જે વર્લ્ડ કપ 2015નો ભાગ નથી. પણ તેમનુ નમ ટુર્નામેંટના ઈતિહાસમાં સૌથી વધુ છક્કા મારવાનો રેકોર્ડ કાયમ છે. તેમા ઓસ્ટ્રેલિયાએ ત્રણ અને ભારતે બે બેટ્સમેન સમાવેશ છે.  વિતરણ નીચેથી ઉપરના ક્રમમાં આપવામાં આવ્યા છે.  
ઓસ્ટ્રેલિયાના સૌથી સફળ વિકેટકીપર અને બેટ્સમેન એડમ ગિલીક્રિસ્ટના રમતની ખુદ ડોન બ્રેડમેન પણ તારીફ કરી ચુક્યા છે. ડાબા હાથનો આ ઘાકડ બેટ્સમેન વર્લ્ડ કપમાં કુલ 19 છક્કા લગાવી ચુક્યો છે. 

ક્રિકેટ ઈતિહાસમાં સૌથી પહેલા સદી જડનારા આ વેસ્ટઈંડિઝના બેટ્સમેનને કદાચ જ કોઈ ભૂલ્યુ હશે.  વિવિયન રિચડર્સ પોતાના સમયના સૌથી મહાન ખેલાડીઓમાંથી એક હતા.  તેમણે વર્લ્ડ કપમાં કુલ 22 છક્કા લગાવ્યા છે. 

ઓસ્ટ્રેલિયાના આ ઓપનિંગ બેટ્સમેન પોતની આક્રમક બેટિંગ માટે ઓળખાય છે. મૈથ્યુ હેડનના આવતા જ વિપક્ષી ટીમના બોલર નર્વસ થઈ જાય છે. હેડેન વર્લ્ડ કપમાં 23 છક્કા લગાવી ચુક્યા છે.  

ભારતના સૌથી સફળ કપ્તાનોમાંથી એક સૌરવ  ગાંગુલી મેદાનમાં આક્રમકતા માટે મશહૂર છે. 2003નો વર્લ્ડ કપ ટીમ ઈંડિયાએ ગાંગુલીની કપ્તાનીમાં રમ્યો હતો. વર્લ્ડ કપમાં ગાંગુલીના નામે કુલ 25 સિક્સર છે. 

આ મહાન ક્રિકેટરને કોણ નથી જાણતુ. ક્રિકેટના ભગવાન સચિન તેંદુલકર ક્રિકેટના બધા ફ્રોમેટમાં સૌથી વધુ સદી લગાવનારા એકમાત્ર ખેલાડી છે. તેમના નામ વર્લ્ડ કપમાં 27  છક્કા મારવાનો રેકોર્ડ છે. 

વર્લ્ડ કપમાં સૌથી વધુ સિક્સર મારાનારા ટોપ ત્રણ ખેલાડીઓમાં શ્રીલંકાના સનત જયસૂર્યા પણ છે. ડાબા હાથના આ વિસ્ફોટક બેટ્સમેનના આવતા જ વિપક્ષી બોલરોને પરસેવો વળી જતો હતો. જયસૂર્યા વર્લ્ડ કપમાં 27 છક્કા લગાવી ચુક્યા છે. 
દક્ષિણ આફ્રિકા ટીમનો ભાગ રહી ચુકેલા આ ધુંઆધાર બેટ્સમેનમાં મેચને પલટી નાખવાની કળા છે.  હર્શલ ગિબ્સ વનડેમાં એક ઓવરમાં છ છક્કા લગાવી ચુક્યા છે. ગિબ્સનાના નામે વર્લ્ડ કપમાં કુલ 28 છક્કાનો રેકોર્ડ છે. 

આ છે વર્લ્ડ કપમાં સૌથી વધુ સિક્સરો મારનારા બેટ્સમેન. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કપ્તાન રિકી પોટિંગે પોતાની કપ્તાનીમાં પોતાની ટીમને સતત બે વાર વર્લ્ડ કપનો ખિતાબ અપાવ્યો. પોટિંગ વર્લ્ડ કપ ઈતિહાસમાં સૌથી વધુ 31 સિક્સર લગાવી ચુક્યા છે. 
 

વેબદુનિયા પર વાંચો