યુવરાજ પર ધોની મૌન તોડીને બોલ્યા, 'ફીલ્ડિંગના નવા નિયમોએ યુવરાજને છીનવી લીધો'
સોમવાર, 16 માર્ચ 2015 (15:11 IST)
યુવરાજ સિંહને તો તમે ભૂલ્યા નહી હોય કે ન તો તમે તેમના પિતા યોગરાજ સિંહના નિવેદનને ભૂલ્યા હશો. જેમા તેમણે યુવીને વર્લ્ડ કપની ટીમમાં ન પસંદ કરવા માટે ધોનીને જવાબદાર ઠેરવ્યા હતા. હવે ધોનીએ ઘણા દિવસો પછી યુવી પર પોતાનું મૌન તોડ્યુ છે. વર્લ્ડ કપમાં અત્યાર સુધી અજેય રહેલ ટીમના કપ્તાને કહ્યુ છે કે ફિલ્ડિંગના નવા નિયમોએ યુવરાજ સિંહ જેવા બોલરને છીનવી લીધો.
ઉલ્લેખનીય છે કે 2011માં ભારતમાં રમાયેલ વર્લ્ડ કપમાં યુવરાજ સિંહ મેન ઓફ ધ સીરિઝ રહ્યા હતા અને તેમણે ખૂબ રન બનાવ્યા હતા. જો કે ચાર વર્ષ પછી કપ્તાન ધોનીનું માનવુ છે કે નવા નિયમોથી યુવી જેવા બોલર હવે વધુ પ્રભાવી નથી રહ્યા. બીજી બાજુ એ વાતની આશંકા છેકે ધોનીના આ નિવેદનથી નવો વિવાદ ન ઉભો થઈ જાય.
ધોનીએ એક પ્રશ્નના જવાબમાં કહ્યુ કે ફિલ્ડિંગના નવા નિયમો (30 ગજના ઘેરા બહાર ફક્ત ચાર ફીલ્ડર) ના કારણે ભારતે યુવરાજ સિંહ જેવો ઉપયોગી બોલર ગુમાવવો પડ્યો. ધોની આ સવાલનો જવાબ આપી રહ્યા હતા કે શુ સુરેશ રૈના 2015માં યુવીની જવાબદારી ભજવી શકે છે. જે 2011 વર્લ્ડ કપમાં બેટ્સમેન યુવીએ ભજવી હતી.
ટીમ ઈંડિયાના કપ્તાને કહ્યુ કે તમે જોયુ હશે કે નિયમોમા ફેરફાર પછી યુવીએ વધુ બોલિંગ નથી કરી. અમે એ સ્વીકાર કરીએ છીએ કે નિયમોમા ફેરફાર પછી તેમની બોલિંગ પ્રભાવિત થઈ. જો કે ટી 20માં તેઓ નિયમિત બોલર છે.
ધોની ચાર ફિલ્ડરોને 30 ગજના ઘેરાથી બહાર મુકવાના નિયમના ક્યારેય સમર્થક નથી રહ્યા. કારણ કે તેમનુ માનવુ હતુ કે તેના અનેક પાર્ટ ટાઈમ બોલર જેવા કે સચિન તેંદુલકર, વીરેન્દ્ર સહેવાદ બદલાતી પરિસ્થિતિયોમાં વધુ પ્રભાવી નથી રહ્યા.
તેમણે કહ્યુ, 'જ્યા સુધી ફિલ્ડિંગનો આ નિયમ નહોતો ત્યા સુધી વીરુ પાજી, સચિન પાજી અને યુવીને બોલિંગ સોંપવામાં આવતી હતી અને તેમના પર નિર્ભર હતા. પણ એ બધા પાર્ટ ટાઈમ બોલર હતા અને બેટિંગ માટે અનુકૂળ વિકેટ પર તેમને માટે બોલિંગ કરવી મુશ્કેલ હોત.
ધોનીએ કહ્યુ, 'આ રીતે જો વિકેટમાંથી થોડી મદદ મળે છે, તો રૈના સારો વિકલ્પ છે. તે ડાબા હાથના બેટ્સમેનો માટે સારી લાઈનથી બોલિંગ કરે છે. મને લાગ્યુ કે આયરલેંડ વિરુદ્ધ મેચ દરમિયાન મને તેમની જરૂર છે. આ જ રીતે શિખર ઘવન અને રોહિત શર્મા પણ પાર્ટ ટાઈમ બોલર છે. પણ હુ પરિસ્થિતિયોને જોઈને જ તેનો ઉપયોગ કરુ છુ.'