વિશ્વ કપમાં ટીમ ઈંડિયા માટે યોગ્ય સિદ્ધ થઈ શકા છે - સ્ટૂઅર્ટ બિન્ની

મંગળવાર, 27 જાન્યુઆરી 2015 (17:21 IST)
- વર્લ્ડ કપ ટ્રાફીને પોતાના ઘરે પછી લાવવાની જંગ શરૂ થવામાં આજે 21 જાન્યુઆરી 2015થી માત્ર 24 દિવસ બાકી  છે ટીમ ઈંડિયા વર્લ્ડ કપની તૈયારીઓ જોવા ઓસ્ટ્રેલિયાના મૈદાન પર કાર્લ્ટન ટ્રાઈ સીરીજમાં ટ્રાયલ કરે છે. પહેલા બે વનડે મેચમાં કપ્તાન ધોનીની બનાવેલી રણનીતિ અને ટીમ સમીકરણ અસફળ રહ્યું જેથી ભારતને ટ્રાઈ સીરીજ પહેલાં 2 મેચોમાં સામનો કરવું પડયો. 
 
છતા પણ આપણે  ટીમ ઈંડિયાને વર્લ્ડ કપમાં ઓછી નથી આંકી શકતા. કારણકે ટીમ ઈંડિયા પાસે વિશ્વ કપને જાળવી રાખવા માટે ઘણા સારા ખેલાડી છે. 
 
આથી આજે અમે તમારી સામે વર્લ્ડ કપની ટીમ ઈંડિયાના રણબાંકુરો ક્રિકેટના આંકડા અને તેના પ્રદર્શનને સામે મુકીશું જેથી તમારી સામે એ  તસ્વીર સ્પષ્ટ  થઈ જશે જે ટીમ ઈંડિયાને ખિતાબ જીતવા માટે યોદ્ધા તરીકે વર્લ્ડ કપમાં કેવું પ્રદર્શન કરશે અને ભારતીય ટીમની વિશ્વ કપની શકયતાઓ કેટલી છે. 
 
આજે પહેલા દિવસે ટીમ ઈંડિયાના ઓલ-રાઉંડર સ્ટૂઅર્ટ બિન્નીથી એની શરૂઆત કરી રહ્યા છે. 
જર્સી નંબર 84- સ્ટૂઅર્ટ બિન્નીનો જર્સી નંબર 84 છે અને કાલના મેચમાં બનાવેલા 44 રનો પછી તેના વનડે ક્રિકેટમાં રન પણ 84 થઈ ગયા છે. 7 વનડે મેચોમાં 84 રન અને 10 વિકેટ . બલ્લેબાજી સરેરાશ  21 અને બોલિંગ સરેરાશ 17 વનડે ક્રિકેટમાં 7 મેચ રમ્યા આ ઑલરાઉંડરને વર્લ્ડકપની ટીમ ઈંડિયામાં સ્થાન આપવામાં આવ્યુ છે.  
 
સ્ટૂઅર્ટ બિન્નીએ ગયા મંગળવારે રમાયેલ  ટ્રાઈ સીરીજના બીજા મુકાબલામાં 44 રનોની રમત  રમી તેણે આ મહ્ત્વપૂર્ણ પારી તે હાલાતમાં રમી જ્યારે ભારતની 5 વિકેટ જલ્દી-જલ્દી પડી ગઈ હતી. આ મેચમાં ટીમ ઈંડિયા તરફથી એક માત્ર વિકેટ બિન્નીએ જ લીધી. બિન્નીની ઓસ્ટ્રેલિયાની ધરતી પર આ પહેલી મેચ હતી. 
 
આ મેચ સિવાય જે પાછલા 6 વનડે મેચમાં બિન્નીના પ્રદર્શનની વાત કરાય તો ગેંદબાજીમાં બિન્નીએ પોતાના વન ડે કેરિયરના ત્રીજા વનડે મેચમાં બાંગ્લાદેશ સામે માત્ર 4 ઓવરમાં 4 રન આપી 6 વિકેટ લઈ પોતાની યોગ્યતાને ઈંટરનેશનલ લેવલ પર સિદ્ધ કરી હતી. ભારત તરફથી આ કોઈ પણ બોલરનુ વનડે ક્રિકેટમાં બેસ્ટ બોલિંગ કાર્ડ છે. 
 
 
સ્ટૂઅર્ટ બિન્નીએ કર્નાટક સામે પોતાનો ડેબ્યુ વર્ષ 2003-04માં કર્યું હતું. પાછલા ડોમેસ્ટિક સીજન 2013-2014માં સ્ટૂઅર્ટ બિન્નીએ 43ના સરેરાશથી 443 રન બનાવ્યા સાથે જ તેણે 32ના સરેરાશથી 14 વિકેટ લીધા. 
 
ત્યાં જ આઈપીએલમાં સ્ટૂઅર્ટ બિન્ની રાજ્સ્થાન રાય્લસ માટે રમ્યા છે . રાજ્સ્થાનના પૂર્વ કપ્તાન રાહુલ દ્રવિડ તેના પર વિશ્વાસ કરતા જોવા મળ્યા છે. તેણે આઈપીએલમાં રમેલા 45 મેચમાં 22.04ના સરેરાશથી 551 રન બનાવ્યા જેમાં 21 છક્કા અને 41 ચોકા શામેલ છે. તે સાથે-સાથે તેણે 12 વિકેટ પણ ઝડપી છે. 
 
યોગ્યતા- સ્ટૂઅર્ટ બિન્નીએ ઑલરાઉંડર  ટીમમાં ચૂંટ્યા છે તે ડાબા હાથથી બેટિંગ  અને રાઈટ આર્મ મીડીયમ બોલિંગ  પણ કરે છે. જરૂરત પડતા આ  મિડિલ ઓર્ડર સ્પેશલિસ્ટ બેટ્સમેન ટીમ ઈંડિયાને કામ આવી શકે છે. જો તેણે પોતાનું  સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું તો ટીમ ઈંડિયા માટે તે સારા અને યોગ્ય સિદ્ધ થઈ શકે છે. 
 
 

વેબદુનિયા પર વાંચો