પ્રથમ ક્વાર્ટર ફાઈનલ મેચ - શ્રીલંકા સ્પિનના દમ પર દક્ષિણ આફ્રિકાને રોકશે !

મંગળવાર, 17 માર્ચ 2015 (16:45 IST)
વર્લ્ડ કપ 2015ની પ્રથમ ક્વાર્ટર ફાઈનલ મેચ શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બુઘવારે સિડનીમાં રમાશે. ક્રિકેટ વિશેષજ્ઞ આ હરીફાઈ માટે કોઈ પણ ટીમને ફેવરેટ નથી માની રહ્યા. મતલબ કહેવુ મુશ્કેલ છે કે ઊંટ કયા પડખે બેસશે. 
દક્ષિણ આફ્રિકા ટીમ પેપર પર ખૂબ મજબૂત છે. એબી ડિવિલિયર્સની ટીમને વર્લ્ડ કપની શરૂઆતથી જ ખિતાબના દાવેદાર માનવામાં આવી રહ્યા છે. પણ ગ્રુપ સ્ટેજમાં ભારત અને પાકિસ્તાન તરફથી મળેલી હારથી ટીમનો આત્મવિશ્વાસ પ્રભાવિત થયો છે. પાકિસ્તાન વિરુદ્ધ હાર પછી ડિવિલિયર્સ નેલે કહ્યુ પણ હતુ કે હુ એકલો વર્લ્ડ કપ જીતવા નથી આવ્યો. તેમ છતા આ ટીમ ખિતાબ જીતવાનો માદ્દા રાખે છે અને જો ક્વાર્ટર ફાઈનલમાં તે શ્રીલંકાને હરાવી દે તો તેમા કોઈ આશ્ચર્યની વાત નહી રહે. 
 
બીજી બાજુ શ્રીલંકા ટીમ છે જેમા ભરપૂર અનુભવી ખેલાડીઓ છે. કુમાર સંગકારા, મહેલા જયવર્ધને, તિલકરત્ને દિલશાન, લસિથ મલિંગા જેવા ખેલાડી શક્યત પોતાનો અંતિમ વર્લ્ડ કપ રમી રહ્યા છે અને તેઓ આ મેચને કોઈપણ રીતે જીતવા માંગે છે. 
 
સંગકારા અને દિલશાન પોતાના જીવનના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં છે અને આ વર્લ્ડ કપમાં રેકોર્ડનો અંબાર લગાવી ચુક્યા છે. સંગકારા અત્યાર સુધી આ વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન છે અને તેનાથી દક્ષિણ આફ્રિકા વિશેષરૂપે સતર્ક રહેવા માંગશે. 
 
દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા બંને ફોર્મમાં છે અને એ અંદાજ લગાવવો મુશ્કેલ છે કે કંઈ ટીમ વધુ મજબૂત રહેશે. આ મેચ સિડનીમાં થવાની છે અને ત્યા સ્પિન બોલિંગ પ્રભાવી રહે છે અને રનો પર અંકુશ લગાવી શકે છે. શ્રીલંકા આ વિભાગમાં દક્ષિણ આફ્રિકાથી આગળ છે.  રંગના હૈરથ ભલે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ મેચમાં ન રમી શક્યા હોય, પણ સેનાનાયકે અને સીકુજે પ્રસન્નાની જોડી દક્ષિણ આફ્રિકના બેટ્સમેનોને પરેશાન કરવા માટે પુરતી છે.  વચ્ચેની ઓવરોમાં દિલશાન પણ સારી બોલિંગ કરી રહ્યા છે. 
 
દક્ષિણ આફ્રિકા માટે સ્પિન બોલિંગની જવાબદારી ઈમરાન તાહિરના ખભા પર રહેશે. તાહિરે અત્યાર સુધી સારુ પ્રદર્શન કર્યુ છે. પણ શ્રીલંકાના દિગ્ગજ બેટ્સમેન સ્પિન રમવામાં ઉસ્તાદ છે.  તેથી એવુ બની શકે છે કે તાહિરની સ્પિન બિલકુલ ન ચાલે.  
 
ટૂંકમાં વર્લ્ડ કપની પ્રથમ ક્વાર્ટર ફાઈનલ શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચમાં આપણને એક સારી રમત જોવા મળશે. જેમા શ્રીલંકાના ટોચ ક્રમ અને દક્ષિણ આફ્રિકાના મધ્યમક્રમના બેટ્સમેનો વચ્ચે ઘમાસાન જંગ થશે.  

વેબદુનિયા પર વાંચો