વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પહોંચશે ટીમ ઈંડિયા, ધોની પર વિશ્વાસ - તેંદુલકર

શુક્રવાર, 13 ફેબ્રુઆરી 2015 (10:51 IST)
સચિન તેંદુલકરને પુર્ણ વિશ્વાસ છે કે ટીમ ઈંડિયા ક્રિકેટ વર્લ્ડ કપ 2015ની સેમીફાઈનલમાં પહોંચશે. છ વિશ્વ કપ રમત ચુકેલ તેંદુલકરે કહ્યુ, 'મારા ખ્યાલથી ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેંડ, દક્ષિણ આફ્રિકા અને ભારત સેમીફાઈનલ રમશે. 
 
સચિને આ વાત પર જોર આપ્યુ કે જો ભારત વિરુદ્ધ ખિતાબ કાયમ રાખવો છે તો પુર્ણ ટીમે સારુ રમવુ પડશે. તેમણે કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીના અનુભવ અને કપ્તાની પર આશા બતાવી છે. ન્યુઝ ચેનલ હેડલાઈન્સ ટુડે ને આપેલ ઈંટરવ્યુમાં તેમણે કહ્યુ.. એમએસ ધોનીની પાસે 10 વર્ષનો અનુભવ છે અને તેઓ ખૂબ શાંત રહે છે. મોટી મોટી મેચોમાં પ્ણ તેઓ ધીરજથી કામ લે છે. જે એક કપ્તાન માટે જરૂરી છે. તેમણે કહ્યુ.. એક કપ્તાને ગભરાવવુ જોઈએ નહી અને તેઓ પણ ગભરાતા નથી. કપ્તાન સારા ફોર્મમાં રહે એ પણ જરૂરી છે. જેથી ટીમના સામે મિસાલ બની શકે. ફક્ત એક વ્યક્તિ ટ્રોફી નથી અપાવી શકતી. સમગ્ર ટીમનો સહયોગ જરૂરી છે. 
 
સચિન તેંદુલકરે એ પણ કહ્યુ કે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પણ ક્રિકેટ વિશ્વ કપમાં સારુ પ્રદર્શન કરશે. તેમણે કહ્યુ.. વિરાટ શાનદાર બેટ્સમેન છે. અને તેમની સૌથી મોટી તાકત એ છે કે તેઓ પરિસ્થિતિનુ સારી રીતે વિશ્લેષણ કરે છે. તેઓ ઝડપ પરિસ્થિતિ મુજબ ઢળી જાય છે અને તેમને ખબર છે કે રન ક્યારે અને કેવી રીતે બનાવવાના છે.  
 
સલામી બેટ્સમેન શિખર ધવન વિશે તેમણે કહ્યુ.. શિખર ઓસ્ટ્રેલિયામાં સારુ પ્રદર્શન નહી કરી શકે.  પણ એકવાર ફોર્મમાં આવ્યા પછી પિચ તેમને ફાવી જશે. મને લાગે છે કે તે શરૂઆતી મેચોમાં લય મેળવી લેશે.  
 
શનિવારે ભારતની પ્રથમ મેચ પાકિસ્તાન વિરુદ્ધ રમાશે. સચિન તેંદુલકારનુ માનીએ તો આ મેચમાં ભારતનું પલડુ ભારે રહેશે. તેંદુલકરે કહ્યુ.. પાકિસ્તાની ટીમ હવે એટલી મજબૂત નથી રહી ગઈ. સમય સાથે ટીમો પણ જલ્દી બદલાય ગઈ છે. મને યાદ છે કે જ્યારે 2003માં સેંચુરિયનમાં અમે તેમના વિરુદ્ધ રમાય તો તેમની પાસે વસીમ અકરમ, શોએબ અખ્તર, વકાર યુનિસ, અબ્દુલ રજ્જાક, શાહિદ આફ્રિદી જેવા ખેલાડી હતા.  

વેબદુનિયા પર વાંચો