વરસાદના વિઘ્ન ને કારણે મેચ 43-43 ઓવરની કરવામાં આવી. વરસાદ પછી આગળ રમતા સાઉથ આફ્રિકાના ફાફ ડૂ પ્લેસિસ 82 રનના સ્કોર પર આઉટ થઈ ગયા. કપ્તાન એબી ડિવિલિયર્સે શાનદાર રમતનું પ્રદર્શન કર્યુ અને 45 બોલમાં અણનમ 65 રન બનાવ્યા. ડેવિડ મિલરે ઝડપી રન બનાવતા 18 બોલમાં 49 રન બનાવી આઉટ થઈ ગયા. ડ્યુમિનિ 8 રન બનાવી અણનમ રહ્યા. દક્ષિણ આફ્રિકાએ 43 ઓવરમાં 5 વિકેટ પર 281 રન બનાવ્યા હતા પણ વરસાદને કારણે તેમને 17 રન વધુ મળ્યા અને આમ ન્યુઝીલેંડને 43 ઓવરમાં 298 રનનું ટારગેટ મળ્યુ છે.
ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમે મંગળવારે આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ પહેલા સેમીફાઈનલમાં ન્યુઝીલેંડ વિરુદ્ધ ત્રણ વિકેટ ગુમાવી દીધી. રિલી રુસો 39 રન બનાવીને એંડરસનની બોલ પર ગપ્ટિલને કેચ આપી બેસ્યા. રુસોએ 53 બોલમાં બે ચોક્કા અને એક છક્કો લગાવ્યો. રૂસોએ પ્લેસી સાથે મળીને 83 રનોની ભાગીદારી કરી.