આ વખતે ભારત વર્લ્ડકપ 2015 નહી જીતે - સટોડિયા

બુધવાર, 28 જાન્યુઆરી 2015 (10:35 IST)
ક્રિકેટનો મહાસમર મતલબ વિશ્વકપ 14 ફેબ્રુઆરી 2015થી શરૂ થાય છે. પણ સટોડિયાઓનું માનીએ તો વિશ્વકપ પર અત્યારથી સટ્ટો લાગવો શરૂ થઈ ગયો છે. જો કે સટ્ટા બજારના મુજબ વર્તમાન ચેમ્પિયન ભારત માટે સારા સમાચાર નથી. સટોડિયાએ ભારતને ચોથા સ્થાન પર મુક્યુ છે. સટ્ટા બજારના મુજબ ખિતાબની સૌથી વધુ દાવેદાર ટીમ છે ઓસ્ટ્રેલિયા. તેથી તેનો ભાવ સૌથી ઓછો મતલબ 2 રૂપિયા 40 પૈસા છે.  બીજા નંબર પર 4 રૂપિયા 30 પૈસાની સાથે દક્ષિણ આફ્રિકા છે. ત્રીજા નંબર પર છે ન્યુઝીલેંડ.. જેનો ભાવ છે 5 રૂપિયા 30 પૈસા. જ્યારે કે ભારતીય ટીમનો ભાવ છે 6 રૂપિયા 30 પૈસા. 
 
સટોરિયાઓની રમત પર મુંબઈ પોલીસે અત્યારથી નજર રાખવી શરૂ કરી દીધી છે. મુંબઈ પોલીસના પ્રવક્તા ઘનંજય કુલકર્ણીએ જણાવ્યુ કે પોલીસ કમિશ્નર રાકેશ મારિયાએ વિશેષ રૂપે સલાહ આપી છે એક મુંબઈના જેટલા પણ બુકી રેકોર્ડમાં છે તેમના પર નજર રાખવામાં આવે. 
 
જો જરૂર પડશે તો તેમની પર સાવધાની રૂપે પગલા પણ લેવામાં આવશે અને જે પણ પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં સટોડિયા સટ્ટો લગાવતા પકડાશે એ પોલીસ સ્ટેશનના પોલીસ મથક ઈંચાર્જ વિરુદ્ધ કાર્યવાહી કરવાની ચેતાવણી પણ આપવામાં આવી છે.  પણ સટોડિયા ક્યા માનવાના છે. વર્લ્ડકપ શરૂ થતા પહેલા જ તેમણે સટ્ટો રમવો શરૂ કરી દીધો છે.  
 
સટોડિયાની નજરે વર્તમાન ચેમ્પિયન ભારતની હાલત ખરાબ છે. જેનુ કારણ છે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણીમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન અને ટ્રાઈ શ્રેણીમાં પણ ટીમનુ ઉતરતુ પ્રદર્શન. ટીમમાં યુવરાજ, સહેવાગ અને ગંભીર ન હોવાથી પણ સટ્ટા બજારમાં ટીમ પર અસર પડી છે. 
 
ઓસ્ટ્રેલિયામાં વર્લ્ડકપના આયોજનને પણ સટોડિયા ભારતીય ટીમના ખેલાડીઓ માટે અનુકુળ નથી માનતા. સટોડિયાઓનુ માનીએ તો આ શરૂઆતી પરિણામ છે. જ્યારે 3 ફેબ્રુઆરી પછી બધી ટીમ એકબીજા સાથે મેચ રમવી બંધ કરી વર્લ્ડ કપ માટે અભ્યાસ કરવો શરૂ કરશે. ત્યારે સ્થિતિ વધુ સ્પષ્ટ થઈ શકશે અને ભાવમાં પણ ઉતાર-ચઢાવ જોવા મળશે. 
 

વેબદુનિયા પર વાંચો