ધોનીએ પોતાની નાનકડી પરીનુ નામ 'જીવા' રાખ્યુ છે. જે એક પારસી શબ્દ છે અને જેનો હિંદી અર્થ થાય છે સુંદરતા. ઉલ્લેખનીય છેકે શુક્રવારે ગુડગાવ સ્થિત ફોર્ટિસ હોસ્પિટલમાં જન્મી જીવાનુ વજન 3.7 કિગ્રા. છે. જેની માહિતી સાક્ષીએ ટ્વિટ કરી દીધી. ટ્વિટર પર ધોનીની પુત્રી 'જીવા' ટ્રેંડ કરી રહી છે અને લોકો પોતાનો પ્રેમ દિલ ખોલીને વ્યક્ત કરી રહ્યા છે.