ધોનીના સંબંધીઓ અને નિકટના મિત્રો મુજબ આ સુખદ સંયોગ ફેબ્રુઆરીમાં એ સમયે આવી શકે છે જ્યારે ટીમ ઈંડિયા 14 ફેબ્રુઆરીથી શરૂ થનારા વર્લ્ડ કપ ક્રિકેટ અભિયાનમાં જૂટી જશે. કદાચ એ જ કારણ છે કે દરેક મેચમાં સ્ટેંડમાં હાજર રહેનારી ભારતીય કપ્તાનની પત્ની છેલ્લા 7-8 મહિનાથી સાથે જોવા નથી મળી રહી. જેમ જેમ પ્રસવની તારીખ નિકટ આવી રહી છે તેમ તેમ ધોની ઉત્સુક અને રોમાંચિત થઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયામાં સતત ક્રિકેટ રમવા છતા ધોની સાક્ષીના સ્વાસ્થ્ય વિશે માહિતી લેતા રહે છે. સૂત્રોનુ કહેવુ છે કે ખરાબ ફોર્મમાં ચાલી રહેલ ધોનીનુ પિતા બનવુ તેમને માટે લાભકારી સાબિત થઈ શકે છે.