જાલંધરના બેટ દ્વારા ગેલની વર્લ્ડ કપમાં ઝંઝાવાતી રમત

મંગળવાર, 24 ફેબ્રુઆરી 2015 (14:35 IST)
જાલંધરના બેટ દ્વારા વેસ્ટઈંડિઝના દમદાર ખેલાડી ક્રિસ ગેલે વર્લ્ડ કપમાં આજે પોતાની ઝંઝાવાતી રમત રમતા 210 રનનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો. ગેલે આ રમતમાં અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા. તે વેસ્ટઈંડિઝમા ડબલ સેંચુરી મારનારા પ્રથમ બેટ્સમેન બન્યા. 
 
શુ તમે જાણો છો કે ગેલે જે બેટ દ્વારા આટલા રનોનો ઢગલો કર્યો છે તે ક્યાનુ છે. અમે તમને બતાવી દઈએ કે ગેલની આ બેટ જાલંધર શહેરના જાણીતા સ્પોર્ટ્સ કંપની 'સ્પાર્ટન' ની તરફથી તૈયાર કરવામાં આવી છે. 
 
જાલંધરના બેટ દ્વારા અનેક દિગ્ગજોએ સદી ફટકારી 
 
જાલંધરમાં બનેલ બેટ દ્વારા અનેક વિશ્વ પ્રસિદ્ધ ક્રિકેટર પહેલા જ ધૂમ મચાવી ચૂક્યા છે. જાલંધરની બીટા ઑલ સ્પોર્ટ્સ(બાસ)ના બેટ દ્વારા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર.. સૌરવ ગાંગુલી, કપિલ દેવ રમી ચૂક્યા છે.  હજારો રન વાસના બેટથી બનાવી ચૂક્યા છે. દરેક ખેલાડી માટે 20 બેટ તૈયાર કરવામાં આવ્યા છે.  જેને જાન્યુઆરીના અંત સુધી જ ખેલાડીઓ સુધી પહોંચાડી દેવામાં આવ્યા છે. 
 
ગેલની બેટમાં શુ છે વિશેષ ? 
 
સૌથી ભારે  બેટ વેસ્ટઈંડિઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલનુ છે. તેના બેટનુ વજન એક કિલો 350 ગ્રામ છે. જ્યારે કે અન્ય ખેલાડીઓના બેટનો ભાર ગેલના બેટથી ઓછુ એક કિલો 150 ગ્રામ છે.  

વેબદુનિયા પર વાંચો