World Cup 2019 - શ્રીલંકાના આ ક્રિકેટર 4 વર્ષથી એક મેચ પણ નથી રમ્યા, ધરપકડ પણ થઈ ચુકી છતા પણ બન્યા શ્રીલંકાના કેપ્ટન

ગુરુવાર, 18 એપ્રિલ 2019 (15:42 IST)
ક્રિકેટ વિશ્વ કપ 2019થી ઠીક પહેલા શ્રીલંકાના ક્રિકેટે એક મોટો વિચિત્ર નિર્ણય લીધો છે. તેમણે દિમુથ કરુનારત્નેને વનડે ટીમના કપ્તાન બનાવ્યા છે. કરુણારત્ને હવે ઈગ્લેંડ એંડ વેલ્સમાં 30 મેથી શરૂ થવા જઈ રહેલ આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ માટે શ્રીલંકાના કપ્તાન બનશે. જો કે શ્રીલંકાએ વિશ્વકપ માટે અત્યાર સુધી ટીમની જાહેરાત કરી નથી. તેમની ટીમ 18 એપ્રિલના રોજ જાહેર થશે પણ તાજો નિર્ણયં ચોકાવનારો છે. આવો જાણીએ શ્રીલંકા ક્રિકેટનો વિશ્વ કપ પહેલા લેવામાં આવેલ નિર્ણય વિચિત્ર કેમ છે. 
 
30 વર્ષીય દિમુથ કરુણારત્નેએ વિશ્વ કપ 2015 પછી શ્રીલંકા માટે એક પણ વનડે રમી નથી. આવામાં વિશ્વકપ માટે તેમને કપ્તાન બનાવવા એ એક નવાઈભર્યો નિર્ણય છે.  તેમને શ્રીલંકા માટે અત્યાર સુધી ફક્ત 17 વનડે મેચ રમી છે. જેમા તેમણે 15.83ના સરેરાશથી 190 રન બનાવ્યા છે.  આઈસીસી વેબસાઈટની આ રિપોર્ટ મુજબ કરુણારત્ને હાલ ટીમના ટેસ્ટ કપ્તાન છે. 
 
દિમુથ કરુણારત્નેની કપ્તાનીમાં શ્રીલંકાઈ ક્રિકેટ ટીમે આ વર્ષે દક્ષિણ આફ્રિકામાં ઐતિહાસિક ટેસ્ટ શ્રેણી જીતી છે. શ્રીલંકાએ છેલ્લી ચાર શ્રેણી જુદા જુદા કપ્તાનોની કપ્તાનીમાં રમી છે. આ વસ્તુને ધ્યાનમાં રાખતા તેમને કપ્તાન તરીકે પસંદ કર્યા છે. 
 
ગયા મહિને થઈ હતી ધરપકડ 
 
ઉલ્લેખનીય છે કે દિમુથ કરુણારત્નેને ગયા મહિનાની એક દુર્ઘટના પછી નશાની હાલતમાં ગાડી ચલાવવા માટે ધરપકડ કરાઈ હતી નએ તેમના પર દંડ પણ લાગ્યો હતો.  ઉલ્લેખનીય છે કે શ્રીલંકાઈ ક્રિકેટ ટીમના વનડે કપ્તાનના રૂપમાં લસિથ મલિંગાના નામની આશા હતી પણ હવે કરુણારત્નેના નામનુ એલાન પછી સવાલ ઉઠવ્યો વ્યાજબી છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર