ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની ટીમમાં ત્રણ ગુજરાતી ખેલાડીઓની પસંદગી

સોમવાર, 15 એપ્રિલ 2019 (16:10 IST)
2019ના ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. બીસીસીઆઈની પસં દગી સમિતિએ સોમવારે 15 સભ્યોની ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી છે. મુંબઈમાં યોજાયેલી આ બેઠક બાદ પત્રકાર પરિષદ કરીને ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ઇંગ્લૅન્ડમાં યોજાનારા આ વર્લ્ડ કપની આગેવાની વિરાટ કોહલી કરશે.
 
કોણ છે 15 સભ્યોની ટીમમાં? 
 
ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી અને તેના ઉપકપ્તાન રોહિત શર્મા હશે.
 
ટીમ આ મુજબ છે..
 
વિરાટ કોહલી (કપ્તાન), રોહિત શર્મા (ઉપકપ્તાન), શિખર ધવન, કે. એલ. રાહુલ, વિજય શંકર, એમ. એસ. ધોની (વિકેટકીપર), કેદાર જાધવ, દિનેશ કાર્તિક, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી અને રવીન્દ્ર જાડેજા.
 
આ ટીમમાં ત્રણ ગુજરાતી ક્રિકેટરો, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
 
ભારતીય ટીમ ક્યારે કોની સામે રમશે મૅચ?
 
25 મે, (વૉર્મ-અપ) ભારત વિ. ન્યૂઝીલૅન્ડ, ઓવલ
 
28 મે, (વૉર્મ-અપ) ભારત વિ. બાંગ્લાદેશ, કાર્ડિક
 
વર્લ્ડ કપમાં રમાનારી મૅચની તારીખો
 
5 જૂન- ભારત વિ. સાઉથ આફ્રિકા - સાઉથેમ્પટન
 
9 જૂન - ભારત વિ. ઑસ્ટ્રેલિયા - ધ ઓવલ
 
13 જૂન - ભારત વિ. ન્યૂઝીલૅન્ડ - ટ્રેંટ બ્રિજ
 
16 જૂન - ભારત વિ. પાકિસ્તાન - ઓલ્ડ ટ્રેફર્ડ
 
22 જૂન - ભારત વિ. અફઘાનિસ્તાન - સાઉથેમ્ટન
 
27 જૂન - ભારત વિ. વેસ્ટ ઇન્ડીઝ - ઓલ્ડ ટ્રેફર્ડ
 
30 જૂન - ભારત વિ. ઇંગ્લૅન્ડ - એજબેસ્ટન
 
2 જૂલાઈ - ભારત વિ. બાંગ્લાદેશ - એજબેસ્ટન
 
6 જુલાઈ - ભારત વિ. શ્રીલંકા - લૉડ્સ

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર