ન્યુઝિલેંડના પૂર્વ કપ્તાન સ્ટીફન ફ્લેમિંગનું માનવુ છે કે વર્તમાન ચેમ્પિયન ભારત આવતા વર્ષે થનારા વર્લ્ડ કપનો ખિતાબનો પ્રબળ દાવેદાર નથી. ફ્લેમિંગ ભારતને એ માટે ખિતાબનો પ્રબળ દાવેદાર નથી માનતાઅ કારણ કે ગયા વખતે તેમણે ઘરેલુ પરિસ્થિતિયોમાં ખિતાબ જીત્યો હતો. જ્યારે કે આ વખતે ટુર્નામેંટ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેંડમાં થઈ રહી છે.
ફ્લેમિંગે કહ્યુ, 'હુ તમને ચાર ટોચની ટીમો બતાવી શકુ છુ. ન્યુઝીલેંડ અને ઓસ્ટ્રેલિયા કારણ કે તેઓ ઘરેલુ જમીન પર રમી રહ્યા છે. સાઉથ આફ્રિકા સારા ફોર્મમાં છે. ચોથી ટીમની પસંદગી કરવી થોડી મુશ્કેલ છે. ભારત, પાકિસ્તાન. વેસ્ટ ઈંડિઝ અને શ્રીલંકામાંથી કોઈ પણ હોઈ શકે છે. તેથી હુ ઓસ્ટ્રેલિયા-ન્યુઝીલેંડ અને સાઉથ આફ્રિકાને ત્રણ ટોચના દાવેદાર માનુ છુ. જ્યારે કે ચોથા સ્થાન માટે પ્રતિસ્પર્ધા છે.