આ એ મહિલાઓ છે, જે સફળતાના શિખર પર છે અને પોત-પોતાના ક્ષેત્રની જાણીતી વ્યક્તિઓ છે. એવુ તો શુ છે, જે એમને સફળ અને સમર્થ બનાવે છે ? આવો જાણીએ આ હકીકતને તેમના જ કહેલા શબ્દોમાં....
ઈન્દિરા નૂઈ (સીઈઓ, પેપ્સિકો)
એક સ્ત્રી હોવાને નાતે તમારે બીજાના મુકાબલે વધુ ચાલાકીથી કામ લેવુ પડે છે, કારણ કે તમારે માટે એક સ્થાન મેળવવુ વધુ મુશ્કેલ છે.
નીતા અંબાણી (સમાજ સેવિકા)
બીજાની ભલાઈ માટે પૈસાનો વપરાશ કરવામાં અધિક સુખ મળે છે. મારો અનુભવ કહે છે કે બીજાના કલ્યાન માટે ખર્ચ કરવો એ સારી વાત છે.
ફરાહ ખાન (ફિલ્મ નિર્દેશક)
મને લાગે છે કે પાવરનો મતલબ છે તમારી પાસે નિર્ણય લેવાની ક્ષમતા હોવી જોઈએ. ખાસ કરીને એ વાત માટે કે તમે શુ કરવા માંગો છો. અને જરૂર પડે ત્યારે 'ના' કહેવાનો અધિકાર પણ તમારી તાકતની શ્રેણીમાં જ આવે છે.