International Women's Day 2019 - ખૂબ જ ખાસ છે આ વખતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ

બુધવાર, 6 માર્ચ 2019 (16:00 IST)
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર દર વર્ષે 8 માર્ચને દુનિયાભરમાં ઉજવવામાં આવે છે. આ દિવસ મહિલાઓને સન્માન આપવાના ઉદ્દેશ્યથી સેલિબ્રેટ કરવામાં આવે છે. સાથે જ તેનાથી મહિલા સશક્તિકરણનો સંદેશ પણ આખી દુનિયા સુધી પહોંચી જાય છે.  આ ઉપરાંત આ દિવસને સેલિબ્રેટ કરવાનો એક ઉદ્દેશ્ય જેંડર ગૈપને દૂર કરવાનો પણ છે.  દુનિયાભરમાં લોકો તેને જુદા જુદા અંદાજમાં ઉજવે છે. 
 
શુ આપ જાણો છો કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને ઉજવવા માટે દર વર્ષે ખાસ થીમ નિર્ધારિત કરવામાં આવે છે. આ વખતની થીમ છે BalanceforBetter.. આવો જાણીએ આ થીમ વિશે.. 
 
 
આ વખતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ BalanceforBetter છે. જેની જાહેરાત થતા જ સોશિયલ મીડિયા પર લોકોની અંદર એક જુદા પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ થીમ મહિલાઓને પોતાના અધિકારની લડાઈ લડવા માટે પ્રોત્સાહિત કરે છે. આ થીમ વિશે જાણીને મહિલાઓના ચેહરા ખુશીથી ખિલી ઉઠ્યા છે. 
 
તમને જાણીને આશ્ચર્ય થશે કે 2017માં એક સર્વે મુજબ આ વાતનો ખુલાસો થયો હતો કે મહિલા-પુરૂષ વચ્ચે લૈગિક અસમાનતાને ખતમ કરવામાં હજુ પન 100 વર્ષ વધુ લાગી શકે છે. 
 
ઉલ્લેખનીય છે કે સૌ પહેલા મહિલા દિવસ અમેરિકામાં ઉજવવામાં આવ્યો હતો. આ દિવસને ઉજવવા પાછળ મહિલાઓને વોટ માંગવાનો અધિકાર મેળવવાનો હતો.  એ સમયે બાકી બીજા દેશોની મહિલાને વોટિંગ આપવાનો અધિકાર નહોતો. 
 
અમેરિકામાં સોશલિસ્ટ પાર્ટીના આહ્વાન પર પહેલીવાર 28 ફેબ્રુઆરી 1909માં આ દિવસને મહિલાઓના નામ પર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 19 માર્ચ 1911 ના રોજ પહેલીવાર ઓસ્ટ્રિયા, ડેનમાર્ક, જર્મની અને સ્વિટઝરલેંડમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવ્યો.  1913માં તેને બદલીને 8 માર્ચ કરી દેવામાં આવ્યો. ત્યારથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે આ જ દિવસે ઉજવાતો આવી રહ્યો છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર