સ્વતંત્ર સ્ત્રીઓની સ્વતંત્રતા

N.D
સ્ત્રીઓના બદલેલા રૂપને જો આઝાદીનુ નામ આપવામાં આવે છે તો તેની પાછળ તર્ક છે. તેમા સૌથી પ્રથમ આવે છે સ્ત્રીઓના વિકસિત હોવાની તર્ક-ક્ષમતા. બે દસકા પહેલાની તુલનામાં આજે સ્ત્રીઓ શિક્ષા પ્રત્યે ઘણી જ જાગૃત છે. સ્ત્રીઓમાં શિક્ષાનુ સ્તર વધવાથી તેમના સમજવા-વિચારવાની ક્ષમતાનો પણ વિકાસ થાય છે.

આ વિકાસે જ તેમને દીન-દુનિયાની માહિતી આપી અને પોતાને માટે વિચારવાની સમજ વિકસિત કરી છે. સમાજ સ્ત્રીઓની આ જ સમજને તેમના વિકાસનુ નામ આપે છે. સ્ત્રીઓની આઝાદીની શાળામાં પ્રવેશ અપાવવા માટે શિક્ષા જ પ્રથમ અધ્યાય માનવામાં આવી શકે છે. પરંતુ આ અધ્યાય સુધી કેટલી સ્ત્રીઓ પહોંચી શકે છે ? આ પ્રશ્ન ખરેખર વિચારણીય છે.

હકીકતમાં સ્ત્રીઓના વિકાસના નામ પર અમારી નજર ફક્ત એ શહેરની સ્ત્રીઓ પર જઈને થંભે છે, જે આધુનિકતાના બંધનમાં વિકાસની સીડીઓ ચઢી રહી છે. જ્યારે કે અસલી ભારત તો એ છોટા શહેરો અને ગામડાઓના વિસ્તારમાં વસે છે, જ્યાં હજુ આવી સ્થિતિ નથી. આ વિસ્તારોમાં દેશની 60 ટકા સ્ત્રીઓ રહે છે, જેમને વિકાસની પરિભાષા પણ ખબર નથી. શિક્ષાના નામ પર આ સ્ત્રીઓમાંથી કદાચ થોડીક જ કોલેજ શુ, શાળા સુધી પહોંચી હોય.

દીન-દુનિયાની માહિતીથી દૂર તેમને ફક્ત બે સમયનુ ભોજન બનાવવા અને ઘરના સભ્યોની દેખરેખ કરવા ઉપરાંત વધુ કશુ જ ખબર નથી. શુ દેશની સ્ત્રીઓની આ સ્થિતિ વિકાસશીલ ભારતમાં સ્ત્રીઓની આઝાદીને રજૂ નથી કરતો ? અને જો કરે છે તો તેમની દશા આજે પણ ઘણા દસક પહેલા જેવી જ કેમ છે ? દેશમાં સ્ત્રીઓની એક મોટી વસ્તીને એક સામાન્ય જીવનશૈલી જીવનારી શહેરની સ્ત્રીઓ જેવી સગવડ પણ મળતી નથી.

આઝાદ ભારતની આઝાદ સ્ત્રીઓને શુ ખરેખર આઝાદીનો સાચો અર્થ ખબર છે ? શુ તેઓ તેના ફાયદા અને નુકશાનથી પણ સારી રીતે પરિચિત છે ? શુ માત્ર ઘરથી બહાર નીકળીને ઘણી ભૂમિકાઓ ભજવવી એ જ તેમના માટે આઝાદી છે ? સામાજીક બંધનો, માન્યતાઓ અને વિચારના સ્તર પર સ્ત્રીઓને આજ સુધી આઝાદી મળી છે ખરી ?

ભલે ઘર હોય કે ઘરની બહાર, સ્ત્રીઓ પર દરેક જગ્યાએ પ્રતિબંધ લગાવવા તેમને કમજોર સાબિત કરનારાઓની કમી નથી. મોટી વાત તો એ છે કે મહિલાઓને તેમની કમજોરીનો અહેસાસ કરાવીને તેમને પાછળ ઘકેલવામાં ઘણીવાર તેમના પોતાના કહેવાતા લોકોનુ જ યોગદાન હોય છે. જો કે સ્ત્રીઓની આઝાદીની તરફેણ કરનારાઓનો એ દાવો છે કે હવે સમાજનો એક મોટો વર્ગ સ્ત્રીઓને દરેક પ્રકારની સ્વતંત્રતા આપે છે. તે પોતાની પસંદગીના ક્ષેત્રમાં કેરિયર બનાવી શકે છે અને પોતાની મરજી મુજબનો જીવનસાથી પસંદ કરી શકે છે. આને સ્વતંત્રતા નહી તો બીજુ શુ કહીશુ ? પણ પ્રશ્ન એ છે કે માત્ર કેટલીક વાતોના આધાર પર સ્ત્રીઓ સ્વતંત્ર છે એવો તર્ક લગાવી શકાય ? કદાચ નહી.

આઝાદીનો સાચો અર્થ ત્યારે સમજાય છે જ્યારે સમાજના દરેક ક્ષેત્રમાં સ્ત્રીઓને બરાબરીનો અધિકાર મળે અને આખા દેશમાં દરેક તબક્કે સ્ત્રીઓને એક જ પ્રકારની સુવિદ્યાઓ અને અધિકાર મેળવી શકે. આનાથી પણ મોટી વાત એ છે કે સ્ત્રીઓ અને પુરૂષ ત્યારે બરાબર સમજવામાં આવશે, જ્યારે પુરૂષ પણ ખુશીપૂર્વક સ્ત્રીઓની દુનિયામાં ભાગીદાર બનવુ પસંદ કરે. જ્યા સુધી આ માનસિકતા નથી ઉદ્દભવતી, ત્યાં સુધી સ્ત્રીઓને આગળ લાવવાની વાત માત્ર પુસ્તકો સુધી જ રહેશે.

આજે પણ બાળકો અને રસોઈ એ સ્ત્રીઓને જવાબદારી છે એવુ માનવામાં આવે છે, છતા સ્ત્રી-પુરૂષની સમાનતાના ગુણ ગાવામાં આવી રહ્યા છે. 90 ટકા આધુનિક અને સ્વતંત્ર સ્ત્રીઓ ઘરે પહોંચતા જ કિચનમાં ધુસે છે, પરંતુ 2 ટકા સાધારણ પુરૂષ પણ આવુ નથી કરતા. શુ આ સ્વતંત્રની આડ હેઠળ સ્ત્રીઓ પર વધુ બોઝ અને જવાબદારીઓથી લાદવાનુ બહાનુ નથી લાગતુ ?

વેબદુનિયા પર વાંચો