શું 'દીદી ઓ દીદી' એ બગાડ્યો મોદીનો ખેલ? જાણો- કેવી રીતે ભગવા પર ભારે પડી મમતા

રવિવાર, 2 મે 2021 (21:09 IST)
પશ્વિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામ આવવા લાગ્યા છે. ટ્રેંડમાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસને ધમાકેદાર બહુમત મળી ગયો છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે તો મમતા બેનર્જીને બંગાળની જીતની શુભેચ્છા પાઠવી દીધી છે. આ દરમિયાન ચર્ચા એ વાતની પણ છે કે આટલો જોશ બતાવ્યા બાદ પણ ભાજપ આખરે કેમ 100નો આંકડો પણ પાર કરી શકી નહી. જે પાર્ટી આત્મવિશ્વાસ સાથે '2 મે, દીદી ગઇ' નો નારો આપી રહી હતી, તેના નેતા શરમજનક હાર પર હવે કંઇ પણ કહેવાનું ટાળી રહ્યા છે. ચૂંટણીમાં હાર માટે ભાજપના વિરૂદ્ધ ઘણા ફેક્ટર્સના કારણો ગણવામાં આવી રહ્યા છે, તેમાંથી એક છે 'દીદી ઓ દીદી' નારો પણ છે.  
 
'દીદી ઓ દીદી બોલનાર દાદા ક્યાં ગયા?'
રવિવારે પશ્વિમ બંગાળ ચૂંટણીના પરિણામોના ટ્રેંડ ટીએમસીના પક્ષમાં જતાં ટ્વિટર પર #दीदीओदीदी ટ્રેંડ કરે રહ્યો હતો. ટીએમસી સાંસદ કાકોલી દાસ્તીદારે લખ્યું, 'દીદી ઓ દીદી બોલનાર દાદા ક્યાં ગયા? દાદાગિરી નહી ચાલે યાર. જ્ય બાંગ્લા...' કાકોલી એકલી નથી, ઘણા વિશ્લેષક 'દીદી ઓ દીદી'ને ભાજપની હારનું એક મોટું કારણ ગણે છે. 
 
અખિલેશ યાદવે લખ્યું- દીદી જિઓ દીદી
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ મમતા બેનર્જીની જીતની શુભેચ્છા પાઠવતાં ભાજપ પર તંજ કસ્યો હતો. અખિલેશે લખ્યું 'પશ્વિમ બંગાળમાં ભાજપની નફરતના રાજકારણને હરાવનાર જાગૃત જનતા, મમતા બેનર્જીજી અને ટીમએસીના સમર્પિત નેતાઓ અને કાર્યકર્તાઓને હાર્દિક શુભેચ્છાઓ! આ ભાજપાઇઓએ એક મહિલા પર કરવામાં આવેલા અપમાનજનક કટાક્ષ 'દીદી ઓ દીદી' નું જનતા દ્વારા આપવામાં આવેલો જડબાતોડ જવાબ છે. #दीदीजिओदीदी'
 
'મમતા પર વ્યક્તિગત હુમલાનું ભાજપને થયું નુકસાન'
વરિષ્ઠ પત્રકાર અને બંગાળના રાજકારણને નજીક ઓળખનાર નીરેંદ્ર નાગરે કહ્યું કે 'ચોક્કસપણે ભાજપને 'દીદી ઓ દીદી' જેવા મમતા બેનર્જીને ચિડવનાર નારાનું નુકસાન થયું છે. મોટા વિસ્તારથી કહીએ તો ભાજપને મમતા બેનર્જી પર વ્યક્તિગત હુમલા કરવાથી નુકસાન થયું છે. મમતા બેનર્જીને શરૂઆતમાં બહારી ગણાવતા રહ્યા અને પોતાના પર થયેલા હુમલાને બંગાળની અસ્મિતા સાથે જોડી દીધા.'
 
'મમતા સરકારના ભ્રષ્ટાચાર પર જ ફોકસ રાખતાં તો સારું હતું'
તેમણે કહ્યું કે ભાજપ જો તોલબાજી, કટમની અને તેમની પાર્ટી ભ્રષ્ટ્રાચારને મુદ્દો બનાવીને ચૂંટણી લડી હોત તો કદાચ તેનાથી વધુ સારું કરી શકી હોત. જો મમતા બેનર્જી અને તેમના પરિવારની પુત્રી-દિકરીઓ (અભિષેક બેનર્જીની પત્ની સાથે કેંદ્રીય એજન્સેઓની પૂછપરછ) ને નિશાન બનાવવાનું ભારે પડ્યું. 
 
મોદી-શાહ સહિત બધાએ 'બંગાળ વિજય' માટે લગાવી તાકાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અહિત પાર્ટીના ઘણા મોટા નેતાઓએ બંગાળ વિજય માટે તાકાત લગાવી દીધી. ભાજપના મોટા નેતાઓ પોતાની રેલીઓ અને રોડ શોમાં દાવો કરતાં રહ્યા કે સરળતાથી ભાજપ 200નો આંકડો પાર કરી દેશે અને બાંગળમાં લગભગ 2 તૃતિયાંશ બહુમતથી સરકાર બનાશે. પ્રધાનમંત્રી મોદીએ પણ બંગાળમાં ખૂબ મહેનત કરી અને 20 મોટી રેલીઓ કરી. પીએમ મોદી પોતાની રેલીઓમાં મમતા બેનર્જી પર 'દીદી ઓ દીદી' કહીને મેણા મારતા રહ્યા. મોદીના મેણા પર શરૂઆતથી જ ખૂબ વિવાદ રહ્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર