World photograpy day: નેચરલ થી લઈને પ્રી વેડિંગ ફોટોગ્રાફી સુધી, આ છે દિલ્હીની 5 બેસ્ટ Photography Sites

શનિવાર, 19 ઑગસ્ટ 2023 (10:23 IST)
World photograpy day

World photograpy day 2023: આપણું મગજ દરેક સુંદર વસ્તુને યાદ નથી રાખી શકતું પણ તસવીરોમાં બધી યાદો છુપાયેલી રહે છે. એટલા માટે લોકો ફોટોગ્રાફ્સ લે છે અને તેને જોતા જ તે સમય અને બધી વસ્તુઓ તમારી આંખો સામે આવી જાય છે. જોકે, આજકાલ ફોટોગ્રાફીનો ટ્રેન્ડ ઘણો વધી ગયો છે અને નવા નવા પ્રસંગો માટે ફોટા પડાવવાનો ટ્રેન્ડ બની ગયો છે. જેમ કે પ્રી વેડિંગ ફોટોગ્રાફી, પ્રેગ્નન્સી ફોટોશૂટ અને પછી નેચરલ પ્રેગ્નન્સી ફોટોશૂટ  આવા સમયમાં જો તમેં એક ખૂબસૂરત બેકગ્રાઉન્ડની શોધમાં છો  તો દિલ્હીના આ સ્થાનો તમારા માટે બેસ્ટ છે.
 
દિલ્હીની 5  બેસ્ટ  ફોટોગ્રાફી સાઈટ્સ - Photograpy best sites in delhi 
 
1. ગાર્ડન ઓફ ફાઈવ સેન્સ - Garden of Five Senses
ગાર્ડન ઓફ ફાઈવ સેન્સેઝ નેચરલ ફોટોગ્રાફી માટે  બેસ્ટ પ્લેસ બની શકે છે. આ  દિલ્હીના દક્ષિણ વિસ્તારમાં સૈદુલજાબ ગામ પાસે છે. જ્યા  તમે મહેરૌલી અને સાકેત વચ્ચે જશો ત્યારે તમને આ જગ્યા મળશે. અહીં તમને ખૂબસૂરત બેકગ્રાઉન્ડ સાથે સુંદર સ્થાનો મળશે.
 
2. હોંઝ ખાસ વિલેજ   - Hauz Khas Village
હોંઝ ખાસ વિલેજ, તમને હૌજ ખાસ મેટ્રો સ્ટેશનથી નજીક પડશે. જો કે અહીં ઘણા પબ અને કોફી હાઉસ છે, પરંતુ અહીં તમને કેટલાક એવા પોઈન્ટ્સ મળશે જ્યાં તમે તમારી પ્રી વેડિંગ ફોટોગ્રાફી પણ કરી શકો છો. આ સિવાય તમને અહીંની સાંજ ખૂબ જ સુંદર લાગશે અને તમે તેને તમારા કેમેરામાં ઉતારી શકો છો. 
 
3. હુમાયુ નો મકબરો - Humayun’s Tomb
જો તમને રેટ્રો ટાઈપના ફોટા જોઈતા હોય તો તમે હુમાયુના મકબરાની મુલાકાત લઈ શકો છો. આ આખું મેદાન મુઘલ આર્કિટેક્ચર માટે જાણીતું છે અને અહીં તમે તમારા જીવનસાથી સાથે પ્રી વેડિંગ ફોટોગ્રાફી કરાવી શકો છો અથવા નેચરલ ફોટોગ્રાફી કરી શકો છો. અહીં સવારે કે આથમતા સૂરજ સમયે ફોટા સારા આવશે.  
 
4. અગ્રસેન બાવલી - Agrasen Ki Baoli
અગ્રસેન કી બાવલી નવી દિલ્હીમાં કનોટ પ્લેસ પાસે આવેલી  છે. આ બાવલીમાં પગથિયા વાળા કૂવા છે અને તમે તેની તરફ જતા પગથિયા સાથે તમે  એક સુંદર ફોટો લઈ શકો છો. અહીં તમને રેટ્રો ટાઇટ્સ અથવા કપલ્સ સાથે કે પછી કેટલાક સીનરીવાળા ફોટા પણ મળી શકે છે. 
  
5. લોઘી આર્ટ ડીસ્ટ્રીક -Lodhi Art District
લોઘી આર્ટ ડીસ્ટ્રીક માં  તમને ખુલી આર્ટ ગેલેરી મળશે.  જેની સાથે તમે સુંદર ફોટો લઈ શકો છો. આ ઉપરાંત આ  તમને કેટલાક મનને ખુશ કરી દેનારા  દ્રશ્યો આપી શકે છે જેને તમે તમારા કેમેરામાં કેદ કરી શકો છો. તેથી, તમે કોઈપણ પૈસા ખર્ચ્યા વિના આ સ્થળોની મુલાકાત લઈ શકો છો. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર